________________
મૃગધ્વજ રાજા ચંદ્રશેખરનું સર્વ કૃત્ય જાણતા હતા, તથાપિ તે સંબંધમાં એક શબ્દ પણ બોલ્યા નહીં કારણ કે, શકરાજે પ્રકટપણે તે વાત પૂછી હતી નહીં. એવી વાત પૂછયા વિના કેવળી મહારાજ કહેતા નથી. જગતમાં સર્વ ઠેકાણે કેવળ ઉદાસીનપણું રાખવું એજ કેવળ જ્ઞાનનું ફળ છે. પછી શુકરાજે બાળકની પેઠે પિતાને પગે વળગીને પૂછયું કે, “હે તાત ! તમારું દર્શન થયાં છતાં પણ મહારું રાજ્ય જાય, આ કેવી વાત ? સાક્ષાત ધનંતરી વૈધ પ્રાપ્ત થયા છતાં આ તે ક્યારેગનો ઉપદ્રવ ? પ્રત્યક્ષ કલ્પવૃક્ષ હોવા છતાં આ દરિદ્રની શી વાત ? સૂર્ય ઉદય પામ્યા છતાં અંધકારને આ તે શું ઉપદ્રવ ? માટે હે પ્રભો કઈ પણ અંતરાય વિના શીધ્ર તે રાજ્યની પાછી પ્રાપ્તિ થાય એવો કાંઈ પણ ઉપાય આપ મને કહે.” ઇત્યાદિ વચન કહીને શુકરાજે ઘણેજ આગ્રહ કર્યો, ત્યારે મૃગધ્વજ રાજર્ષિએ કહ્યું. “ઉપાધ્ય કાર્ય પણ ધર્મ કૃત્યથી સુસાધ્ય થાય છે. તીર્થમાં મુખ્ય એ વિમળાચળ તીર્થ અહિંથી નજીક છે. ત્યાં જઈ શ્રી આદિનાથ ભગવાનની ભક્તિથી વંદના પૂર્વક સ્તુતિ કર. એ પર્વતની છ માસ સુધી પરમેષ્ઠી તુમંત્રનો જપ કરે તો, તે (મંત્ર ) સ્વતંત્રપણે સર્વ પ્રકારની સિદ્ધિઓને આપે છે. ગમે તેવો શત્રુ હોય, તે તે પણ બીક પામેલા શિયાળની પેઠે જોતાં વાર જ પોતાનો જીવ લઈને વેગથી પિતાની મેળેજ નાસી જાય છે, અને તેનાં સર્વ કપટ નિષ્ફળ થાય છે. ગુફાની અંદર મહેસું તેજ પ્રકાશ પામે, ત્યારે કાર્ય સિદ્ધિ થઈ એમ તું સમજજે અને મનમાં નિશ્રયથી એવું ધાર કે, પિતાનો શત્રુ ગમે તેટલે દુર્જય હાય, તે પણ એ તેને જીતવાને ઉપાય છે.” કેવળીનું એવું વચન સાંભળી જેમ પુત્ર રહિત પુરૂષને પુત્ર પ્રાપ્તિની વાર્તાથી આનંદ થાય છે, તેમ તે શકરાજને આનંદ થયો. પછી શુકરાજ વિમાનમાં બેશીને વિમળાચળે ગયે. ત્યાં તેણે પાપને હરણ કરનારે પરમેષિ મંત્ર ગીંદ્રની પેઠે નિશ્ચળ રહીને જ છે. કેવળીએ કહ્યા પ્રમાણે છે મારા ગયા, ત્યારે તેણે ચારે બાજુએ ફેલાતું પિતાના ઉદય પામેલા પ્રતાપ સરખું તેજ જોયું. તે અવસરે ચંદ્રશેખરને પસન્ન થએલી ગોત્રદેવી નિઃપ્રભાવ થઈ અને તે ચંદ્રશેખરને કહેવા લાગી.
અરે ચંદ્રશેખર હારૂં શુક સ્વરૂપ જતું રહ્યું. માટે તું હવે અહિંથી