________________
નિષ્ફળ જાણવાં અને છેલ્લાં ત્રણ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વપ પિતાનું ફળ દેનારાં જાણવાં. રાત્રિના પહેલા, બીજ, ત્રિજા અને ચોથા પહેરે દીઠેલાં વમ અનુક્રમે બાર, છ, ત્રણ અને એક માસે પિતાનાં ફળ આપે જે, રાત્રિની છેલ્લી બે ઘડીએ દીઠેલું સ્વપ્ર દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદય સમયે દીઠેલું તે તત્કાળ ફળ આપે છે. ઉપરા ઉપરી આવેલાં, દિવસે દીઠેલાં, મનની ચિંતાથી, શરીરના કોઈ વ્યાધિથી અથવા મળ મૂત્રાદિકના રેકાણથી આવેલાં સ્વમ ફોગટ જાણવાં. પહેલાં શુભ અને પછી અશુભ આવે, અથવા પહેલાં શુભ અને પછી અશુભ આવે, તેઓ પાછળથી આવે તે જ ફળ આપનાર જાણવાં. ખોટે સ્વમ આવે તો તેની શાંતિ કરવી જોઈએ. સ્વમચિંતામણી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, અનિષ્ટ સ્વમ જોતાંજ રાત્રિ હોય તો ફરીવાર સુઈ જવું. તે સ્વમ કોઈને ક્યારે પણ કહેવું નહીં. કારણ કે, તેમ કરવાથી તેનું ફળ થતું નથી. જે પુરૂષ સવારમાં ઉઠીને જિનભગવાતનું ધ્યાન અથવા સ્તુતિ કરે, કિવા પાંચ નવકાર ગણે, તેનું દુઃસ્વપ્ર ફેગટ થાય. દેવ ગુરૂની પૂળ તથા શકિત માફક તપસ્યા કરવી. એ રીતે જે લોકો હમેશાં ધર્મકરણીમાં રમી રહે છે, તેમને આવેલાં માઠાં સ્વમ પણ સારાં ફળના આપનારાં થાય છે. દેવ, ગુરૂ, ઉત્તમ તીર્થે, તથા આચાર્ય એમનું નામ લઇને તેથી સ્મરણ કરીને જે લોકો સુવે છે, તેમને કોઈ કાળે પણ માઠું સ્વમ આવતું નથી. આ પછી ખસ વગેરે થઈ હોય તો તેને ઘૂંક લગાડીને ઘસવું, અને શરીરના અવયવ દઢ થવાને અર્થે બે હાથથી અંગમર્દન કરવું પુરૂષે પ્રાતઃકાળમાં પહેલાં પિતાનો જમણે હાથ જોવો, અને સ્ત્રીએ ડાબો હાથ જે. કેમ કે, તે પોતાનું પુણ્ય પ્રકટ દેખાડે છે. જે લોકો માતા, પિતા ઇત્યાદિ વૃદ્ધ લોકોને નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. માટે તે ( નમસ્કાર ) પ્રતિદિન કરવો. જે લોકો વૃદ્ધ પુરૂષની સેવા કરતા નથી, તેમનાથી ધર્મ વેગળો રહે છે, જે લેકે રાજસેવા કરતા નથી, તેમનાથી લક્ષ્મી વેગળી રહે છે, અને જે લોકો વેસ્થાની મિત્રતા રાખતા નથી, તેમનાથી વિષયવાસનાની તૃપ્તિ દુર રહે છે.
રાત્રિ પ્રતિક્રમણ કરનારને પચ્ચખાણ ઉચ્ચાર કરતાં પહેલાં સચિ