________________
લથી, ચોળી, તુવેર, કાળા ચણ ઈત્યાદિ ધાને શાલિ માફક કેડી વગેરેમાં રાખીએ તે તેમની યોનિ કેટલા કાળ સુધી રહે ? - ઉત્તર – ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી ( યોનિ રહે છે.) તે પછી યોનિ સુકાય ત્યારે ( ધો) ચિત્ત થાય છે, અને બીજ છે તે અબીજ થાય છે. આ પ્રશ્ન –હે ભગવંત! અળસી, કુસુંભક, કદરા, કાંગ, બંટી, શલક, કિડૂસગ ( કેદ્રાની એક જતિ ), સણ, સરસવ, મૂલબીજ ઈત્યાદિ ધાન્ય શાલિ માફક રાખીએ તે તેમની નિ કેટલા કાળ સુધી રહે ? - ઉત્તર-હે મૈતમ! જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ (નિ રહે છે. ) તે પછી યોનિ સુકાય ત્યારે (તે ધાજો ) અચિત થાય છે, અને બીજ તે અબીજ થાય છે.
આ બાબતમાં પૂર્વાચાર્યોએ નીચેની ગાથાઓ રચી છે-- जव जव जव गोहुम सा-लि वीहि धणाण कुठमाईसु॥ खिविआणं उक्कोसं, वरिस तिगं होइ सजिअत्तं ॥ १ ॥ तिल मुग्ग मसूर कला-य मास चवलय कुलच्छ तुवरीणं ॥ तह वह चणय वल्ला-ण वरिस पणगं सजीवत्तं ॥ २ ॥ अयसी लट्टा कंगू, कोडूसग सण बरट्ट सिद्धच्छा ॥ कुदव पलय मूलग-बीआणं सत्त वरिसाणि ॥ ३ ॥ ( એ ત્રણે ગાથાઓને અર્થ ઉપરના પ્રશ્નોત્તરમાં આવી ગયો છે. )
કપાસ ત્રણ વર્ષે અચિત્ત થાય છે. શ્રીકલ્પબૃહભાષ્યમાં કહ્યું છે કે, કપાસ ત્રણ વર્ષે લે છે. એટલે કપાસ ત્રણ વરસને અચિત્ત થએલે લે કહ્યું છે. '
લેટ અચિત્ત, મિશ્ર ઈત્યાદિ પ્રકાર પૂર્વાચાર્યોએ એવી રીતે કહ્યા છે. કેન્લોટ ચાળેલો ન હોય તે શ્રાવણ તથા ભાદ્રવા માસમાં પાંચ દિવસ, આસો માસમાં ચાર દિવસ કાર્તિક, માગશર અને પિવ માસમાં ત્રણ દિવસ, માતા અને ફાગણ એ બે માસમાં પાંચ પહોર, ચેત્ર તથા વૈશાખ માસમાં ચાર પહેરા અને પેટ તથા અષાઢ માસમાં ત્રણ પહેર મિશ્ર ( કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત ) હોય છે. તે પછી અચિત થાય
૧૦૪