________________
છે. ચાળેલો લોટ તે બે ઘડી પછી અચિત્ત થાય છે . '
શંકા- અચિત થયેલ લેટ વગેરે અચિત્ત ભોજન કરનારને કેટલા દિવસ સુધી કેલ્યું છે. '
સમાધાન સિદ્ધાંતને વિષે આ વિષયના સંબંધમાં કોઈ દિવસને નિયમ સાંભળવામાં નથી પણ દ્રવ્યથી ધાન્યના નવા જૂનાપણું ઉપરથી, ક્ષેત્રથી સરસ નિરસ ખેતર ઉપરથી, કાળથી વિકાળ, શીતકાળ તથા ઉ
ષ્ણકાળ ઈત્યાદિ ઉપરથી અને ભાવથી કહેલા વસ્તુના તે તે પરિણામ ઉપરથી પખવાડીયું, માસ ઇત્યાદિ અવધિ જ્યાં સુધી વર્ણ ગંધ રસાદિકમાં ફેરફાર થાય નહીં, અને ઇયળ વગેરે જીવની ઉત્પત્તિ થાય નહીં, ત્યાં સુધી કહેવું. સાધુને આઠીને (સાથવાની–શેકેલા ધાન્યના લોટની ) યતના કલ્પવૃત્તિના ચેથા ખંડમાં એવી રીતે કહી છેજે દેશ, નગર છેત્યાદિકમાં સાથવાને વિષે જીવની ઉત્પત્તિ થતી હોય. ત્યાં તે લે નહીં લીધા વિના નિર્વાહ ન થતો હોય, તો તેજ દિવસે કરેલે લેવો. તેમ છેતાં પણ નિર્વાહ ન થાય તે બે ત્રણ દિવસનો કરેલો જુદે જુદો લેવો. તે ચાર, પાંચ ઈત્યાદિ દિવસન કરેલ હોય તો તે સર્વ એકઠો લે. તે લેવાને વિધિ આ પ્રમાણે છે-ઝીણુંકપ નીચે પાથરીને તે ઉપર પાત્રકબલ રાખી તેના ઉપર સાથવાને વિખે. પછી ઉંચા મુખે પાત્રબંધન કરીને એક બાજૂ જઇને જે ઇવળ (જીવ વિશેષ) જ્યાં વળગી રહેલી હોય તે ઉપાડીને ઠીકરામાં રાખવી. એમ નવ વાર પ્રતિલેખન કરતાં જે જીવ ન દેખાય છે, તે સાથ ભક્ષણ કરે, અને જે જીવ દેખાય તે ફરીથી નવવાર પ્રતિલેખન કરવું તે પણ જીવ દેખાય તો પાછું નવવાર પ્રતિલેખન કરવું. એવી રીતે શુદ્ધિ થાય તો ભક્ષણ કરે, અને ન થાય તે પરછ. પણ જે તે ખાધા વિના નિર્વાહ ન થતો હોય તો, શુદ્ધ થાય ત્યાં સુધી પ્રતિલેખન કરી શુદ્ધ થએ ભક્ષણ કરવો. કાઢી રાખેલી ઈયળ ઘટ્ટ વગેરેની પાસે ફેતરાનો મોટો ઢગલો હોય, ત્યાં લઈ જઈ સાચવી રાખવી પાસે ઘરટ્ટ ન હોય તે ઠીકરા વગેરે ઉપર થોડો સાથે વિંખેરીને જ્યાં અબાધા ન થાય એવી જગ્યાએ રાખવી. પકવાન ઇત્યાદિકને ઉદ્દેશીને એવી રીતે કહ્યું છે –વૃતપવાદિ પકવાન્ન
૧૦૫