________________
ઉકાળેલ લેધર, રાંધેલું આદુ, સૂરણ, રિંગણું ઈત્યાદિક સર્વ અચિત હોય તાપણુ વર્જવું. વખતે કદાચિત દોષ થાય તે ટાળવાને અર્થે મૂળનાં પાંચ અંગ (મૂળ, પત્ર, ફુલ, ફળ અને કાંડ) વર્જવાં. સુંઠ વગેરે તે નામમાં અને સ્વાદમાં ફેર થવાથી કલ્પે છે.
ગરમ પાણી તે ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી મિશ્ર હોય છે. પિંડ નિર્યુક્તિમાં કહ્યું છે કે, ત્રણ ઉકાળા ન આવ્યા હોય, ત્યાં સુધી ગરમપાણી મિશ્ર હોય છે. તે ઉપરાંત અચિત્ત થાય છે. તેમજ વૃષ્ટિ પડતાં માત્રજ ગ્રામ, નગર ઈત્યાદિકને વિષે જ્યાં મનુષ્યને પ્રચાર ઘણો હેય, તે સ્થાનકે પડેલું જળ જ્યાં સુધી પરિણમતું નથી, ત્યાં સુધી મિશ્ર હોય છે. અરયમાં તે જે પ્રથમ વૃષ્ટિનું જળ પડે છે, તે સર્વ મિત્ર અને પાછળથી પડે તે સર્વ સચિત્ત હેય છે.
ચોખાનું પાણી તે ત્રણ આદેશ મૂકીને ઘણું સ્વસ્થ ન હોય તે મિથ અને ઘણું સ્વચ્છ હોય તે અચિત્ત હોય છે. ત્રણ આદેશ આ રીતઃ–કેટલાક કહે છે કે, ચોખાનું પાણ-જે વાસણમાં ચોખા ધોયા હોય, તે વાસણમાંથી બીજા વાસણમાં કાઢી નાંખતાં ધારાથી તૂટીને આજુ બાજુએ વળગી રહેલાં ટીપાં જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર હોય છે. બીજા એમ કહે છે કે, ચેખાનું પાણી બીજા વાસણમાં કાઢી નાંખતાં આવેલા પપટા જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર હોય છે. ત્રીજા એમ કહે છે કે જ્યાં સુધી જોયેલા ચેખા રંધાયા નહીં હોય, ત્યાં સુધી મિશ્ર હોય છે. આ ત્રણે આદેશ બરાબર નથી, માટે અનાદેશ સમજવા. કારણ કે, પાત્ર રૂક્ષ (લૂખું) હેય અથવા પવનને કે અગ્નીને સ્પર્શ થાય તે બિંદુ થોડી વાર ટકી રહે, અને પાત્ર ચીકણું હોય તથા પવનને કે, અગ્નિને સંબંધ ન હોય તે ઘણી વાર ટકી રહે. તાત્પર્ય એ છે કે, આ ત્રણે આ - દેશમાં કાળ નિયમનો અભાવ છે, માટે અતિશય સ્વચ્છ હેય, તેજ ચેખાનું પાણી અચિત જાણવું.
હવે નીદા ધૂમાડાથી ધૂમ્રવર્ણ અને સૂર્ય કિરણના સંબંધથી છે ગરમ હોય છે, તેથી અચિત્ત છે, માટે તે લેવામાં કાંઈ ૫ણ વિરાધના નથી. કેટલાક કહે છે કે, તે પિતાના પાત્રમાં ગ્રહણ કરવું
૧૦૭