________________
સાધુ મુનિરાજને વર્ષાકાળમાં કરેલા દિવસથી માંડી પંદર દિવસ સુધી, શીતકાળમાં એક માસ સુધી અને ઉષ્ણકાળમાં વીસ દિવસ સુધી લેવું કલ્પે. કેટલાક આચાર્યો એમ કહે છે કે, આ ગાથા મૂળ કયા ગ્રંથમાંની છે? તે જણાતું નથી, માટે જ્યાં સુધી વર્ણ ગંધ રસાદિ ન પળટે, ત્યાં સુધી વ્રત કવાદિ વસ્તુ શુદ્ધ જાણવી. જે મગ, અડદ ઈત્યાદિ વિદળ કાચા ગેરસમાં પડે છે તેમાં અને બે દિવસ ઉપરાંત રહેલા દહિંમાં પણ ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. એમ પૂર્વાચાર્યો કહે છે. આ ગાથામાં “દુgિa” (બે દીવસ ઉપરાંત) ને બદલે “નિgિવર” (ત્રણ દીવસ ઉપરાંત) એ પાઠ કવચિત છે, પણ તે ઠીક નથી એમ જણાય છે. કારણ કે, “ધ્યાતિવાતમ્” એવું હેમચંદ્રાચાર્યનું વચન છે. ઘાણીમાં પીલીએ તો જેમાંથી તેલ નીકળતું નથી, તેને વિદળ કહે છે. વિદળ જા તમાં ઉત્પન્ન થયું હોય તો પણ જેમાંથી તેલ નીકળતું હોય તે વિદળમાં ગણવું નહીં. વિદળના લોટને પદાર્થ વગેરે, માત્ર પાણીમાં રાંધેલે ભાત વગેરે તથા એવી જ બીજી વસ્તુ વાશી હોય છે, તેમજ સડેલું અન્ન, ફુ લેલે ભાત અને પકવાન્ન અભક્ષ્ય હેવાથી શ્રાવકે વર્જવું. બાવીસ અભ ક્ષ્યનું તથા બત્ર અનંતકાયનું પ્રકટ સ્વરૂપ મેં કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિથી જાણી લેવું. વિવેકી પુરૂષે જેમ અભક્ષ્ય વર્જવાં, તેમ રિંગણાં, કાયમાં, બિરું, બૂડાં, બિલીફળ, લીલાં પીલુ, પાકાં કરમદાં, ગુંદાં, પિલુ, મહુડાં, મકડાં, વાહઉલી, મહેટાં બર, કાચાં કેઠિબડાં, ખસખસ, તલ, સચિત્ત લવણ દત્યાદિક વસ્તુ બહુબીજ તથા જીવાકુળ હેવાથી વર્જવી. લાળ વગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી, એવા ગિલોડો, કં. ટોલાં, ફણસ ઈત્યાદિ વસ્તુ તથા જે દેશ નગદ ઈત્યાદિકમાં કડવું તુંબડું, ભૂરું કેહવું વગેરે લોવિરૂદ્ધ હોય તો તે પણ શ્રાવકે વજવું. કારણ કે, તેમ ન કરે તે જૈનધર્મની નિંદા પ્રમુખ થવાની પ્રાપ્તિ થાય. બાવીશ અને ભક્ષ્ય તથા બત્રીસ અનંતકાય પારકે ઘેર અચિત્ત થએલાં હોય તે પણ તે લેવા નહીં. કારણ કે, તેથી પિતાનું મૂરપણું પ્રકટ થાય, તથા “આપણે અચિત્ત અનંતક વગેરે લઈએ છીએ” એમ જાણી તે લોકો વધારે અનંતકાયાદિકને આરંભ કરે, ઈત્યાદિ દેષ થવાનો સંભવ છે. માટેજ
૧૦૬