________________
સ્થાને દિવસ છે,” એમ જાણ્યા પછી એક દાણો ગળી જાય, તે નિય-: મને ભંગ થવાથી નરક ગતિનું કારણ થાય છે. “ આજે તપસ્યાનો દિવસ છે કે નહીં?” અથવા “એ વસ્તુ લેવાય કે નહીં?” એ મને નમાં સંશય આવે, અને તે વસ્તુ) લે તે નિયમભંગાદિ દેષ લાગે. ઘણો મંદવાડ, ભૂત પિશાચાદિકના ઉપદ્રવ થવાથી પરવશપણું અને સર્ષદશાદિકથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તો પણ ચોથા આ. ગારનો ( સદવરમાદિત્તકાળ) ઉચ્ચાર કર્યો છે માટે નિયમને ભંગ ન થાય એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. વળી નિયમને ભંગ થાય તે મોટો દેશ લાગે છે, માટે થડે નિયમ લઇને તે બરાબર પાળવામાં જ ઘણે ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ. માટેજ (પચ્ચખાણમાં) આગાર રાખેલા છે.
જો કે કમળઐષ્ટિએ “સમીપ રહેલા કુંભારના માથાની ટાળ જોયા વિના મારે ભોજન ન કરવું.” એવો નિયમ માત્ર કૌતુકથી જ લીધો હતો તોપણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ. અને તેથી જ નિયમ સફળ થયેતે પુણ્યને અર્થે જે નિયમ લે, તો તેનું કેટલું ફળ કહેવું ? કહ્યું છે કે-પુણ્યની ઈચ્છા કરનાર પુરૂષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરશે. તે નિયમ) ગમે તેટલું નાનો હોય તો પણ કમળષ્ટની પેઠે ઘણું લાભને અર્થે થાય છે. પરિગ્રહ પરિણુમ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેણીનું દાંત આગળ કહીશું. નિયમ એવી રીતે લેવા કે –તેમાં પ્રથમ તે મિથાવ છોડી દેવું. પછી દરરોજ શક્તિ પ્રમાણે દિવસમાં ત્રણ, બે અથવા એક વાર ભગવાનની પૂજા, દેવદર્શન, સંપૂર્ણ દેવવંદન ચૈત્યવંદન કરવાને નિયમ રાખવો અને વળી જે જોગવાઈ હોય તે સશુરૂને માટી અથવા ન્હાની વંદના કરવી. જોગવાઈ ન હોય તો ગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વંદના કરવી, દરરોજ વર્ષકાળના ચાતુર્માસમાં અથવા પર ચપર્વો ઇત્યાદિકને વિષે અષ્ટ પ્રકારી પૂજા અથવા સ્નાત્ર પૂજા કરવી. યાવ
જીવદરવર્ષ નવું આવેલું અન્ન, પકવાન અથવા ફળાદિક ભગવાનને અર્પણ કર્યા વગર ન લેવું. નિત્ય નૈવેધ, સોપારી વગેરે ભગવાન આગળ મૂકવું, .
૧ બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચાદશ.