________________
માટે કઈ ચીજ એવી છે કે જે અભ્યાસથી ન બને ? જે નિંરતર વિરતિના પરિણામ રાખવાનો અભ્યાસ કરે, તો પરભવે પણ તે પરિણમની અનુવૃત્તિ થાય છે. કહ્યું છે કે–જીવ આ ભવમાં જે કોઈ ગુણનો અથવા દોષનો અભ્યાસ કરે છે, તે અભ્યાસના યોગથીજ પરભવે તે વસ્તુ પામે છે. માટે જેવી ઈચ્છા હોય તે પ્રમાણે પણ વિવેકી પુરૂષે બારવ્રત સંબંધી નિયમ ગ્રહણ કરવા.
આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકાએ પિતાની ઇચ્છાથી પરિમાણ કેટલું સખવું? તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી પેઠે જાણી, ઈછા માફક પરિમાણ રાખી, નિયમનો સ્વીકાર કરે તો તેનો ભંગ ન થાય, નિયમ તે વિચાર કરીને એવી રીતે જ લેવા કે, જે રીતે આપણે પાળી શકીએ. સર્વ નિયમોમાં સહસાનાભોગાદિ ચાર આગાર છે, એ
ધ્યાનમાં રાખવા માટે અનુપયોગથી અથવા સહસાગારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તે પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણે જોઈને નિયમ કરતાં વધારે લેશમાત્ર ગ્રહણ કરે તો નિયમ ભંગ થાય છે. કેઈ સમયે પાપકર્મના વશ થી જાણતાં નિયમનો ભંગ થાય, તો પણ ધર્માર્થી જીવે આગળ નિયમ અવશ્ય પાળવો. પડવે, પાંચમ, અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથીએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધે હય, તેને કોઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાંતિ વગેરે થવાથી, જે સચિત જળપાન, તાંબૂલ ભફક્ષણ, કાંઈક ભેજન વગેરે થાય, અને પછી તપસ્યાનો દિવસ જણાય, તે મુખમાં કળીઓ હોય તે પણ ગળી જ નહીં પરંતુ તે કાઢી નાંખીને પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતી પ્રમાણે રહેવું. જે કદાચિત ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરે પૂરું ભોજન કરે, તો બીજે દિવસે દંડને અર્થે તપસ્યા કરવી, અને સમાપ્તિને અવસરે તે તપ વર્ધમાન
જેટલા દિવસ પડી ગયા હોય, તેટલાની વૃદ્ધિ કરીને ) કરવું. એમ કરે તે અતિચાર માત્ર લાગે, પણ નિયમનો ભંગ થાય નહી. “આજે તપ
૧ અન્નથ્થણાભોગેણં, ૨ સહસાગારેણું. ૩ મહત્તરાગારેણં, અને ૪ સવ્વસમાહિવત્તિયાગારેણું
(૮