________________
ઈચ્છા રાખી નથી. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે, કેટલાક કહે છે કે,
શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ નથી, પણ એમ નથી. કારણ કે, પન્નત્તિમાં વિશેષ આશ્રયથી ત્રિવિધ ત્રિવિધનું કથન કર્યું છે. કોઈ શ્રાવક વિશેષ અવસ્થામાં સ્વયંભૂરમણ સમુદ્રની અંદર આવેલા મત્સ્યના માંસની પેઠે મનુષ્ય ક્ષેત્રથી બહાર હતિદંત, ચિત્રાનું ચામડું, ઈત્યાદિ નહિ મળી શકે એવી વસ્તુનું અથવા કાગડાનું માંસ વગેરે પ્રયજન રહિત વસ્તુનું પચ્ચખાણ ત્રિવિધ ત્રિવિધે કરે તો દેષ નથી. કેટલાક એમ કહે છે કે, કોઈ ગૃહસ્થ દીક્ષા લેવાને તત્પર હોય, તો પણ કેવળ પુત્રાકિક સં." તતિનું રક્ષણ કરવાને અર્થેજ (દીક્ષા ન લેતાં) શ્રાવક પ્રતિમા વહે, તે તેને પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ હોય. ”
શંકા –આગમમાં બીજી રીતે શ્રાવકના ભેદ સંભળાય છે. શ્રીઠાણાંગ ત્રમાં કહ્યું છે કે–શ્રમણોપાસક ચાર પ્રકારના કહ્યા છે. તે જેમ ક. ૧ માતા પિતા સમાન, ૨ બંધુ સમાન, ૩ મિત્ર સમાન અને ૪ સપત્ની સમાન, અથવા બીજી રીતે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે. તે જેમ કે, ૧ આરિસા સમાન, ૨ વજા સમાન, ૩ થાંભલા સમાન અને ડાંખરા સમાન.
સમાધાન –ઉપર કહેલા બેદ શ્રાવકના સાધુની સાથે જે વ્યવહાર તે આશ્રયી જાણવા. શંકા-ઉપર કહેલા ભેદ તમે કહેલા ભેદમાંના કયા ભેદમાં સમાય છે ? સમાધાન –વ્યવહાર નયને મતે આ (ઉપર કહેલા) ભાવ શ્રાવકજ છે. કેમકે, તે વ્યવહાર છે નિશ્ચય નયને મને શક્ય સમાન અને ઝાંખરા સમાન એ બે ઘાયે મિથ્યાષ્ટિ સરખા દ્રવ્ય શ્રાવક અને બાકી રહેલા સર્વે ભાવ શ્રાવક જાણવા. કહ્યું છે કે-સાધુનાં જે કાંઈ કાર્ય હોય, તે મનમાં વિચારે, વખતે સાધુને કાંઈ પ્રમાદ દીઠામાં આવે, તે પણ સાધુ ઉપરથી રાગ ઓછો ન કરે, અને જેમ માતા પિતાના બાળક ઉપર તેમ જે મુનિરાજ ઉપર અતિશય દયાના પરિણામ રાખે, તે શ્રાવક માતા પિતા સરખો જાણે. જે શ્રાવક સાધુ ઉપર મનમાં તે ઘણે રાગ રાખે, પરંતુ બહારથી વિનય સાચવામાં મંદ આદર દેખાડે, પણ સાધુને
૮ ૩