________________
વ્રતની પૂરું એકેક પ્રહાર એછે કરતા ગયા. તે સ્ત્રીએ તેઃ પાંચે અણુવ્રત લીધાં. ત્યારે’” મને ધિકકાર થા, “મેં માઠું ચિંતવ્યું.” એમ સુરસુ દર ઘણાજ પશ્ચાત્તાપ કરી મુનિસર્જને ખમાવી વ્રત લઇ અનુક્રમે સ્ત્રી સહિત સ્વર્ગે ગયે.
..
સુદર્શન શેઠ આદિક શ્રાવકની પેઠે જે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રત તથા ઉત્તર ગુણુ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત ધારણ કરે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જવો. અથવા સમ્યક્ત્વ મૂળ ખારવ્રતને ધારણ કરે તે ભાવથી ૨ વ્રત શ્રાવક જાણવા. અને આનંદ, કામદેવ, કાર્તિકશ્રેષ્ટી ઇત્યાદિકની પેઠે જે સમ્યકત્વ મૂળ ખારવ્રત તથા સર્વ સચિત્ત પરિહાર, એકાસન પચ્ચખાણુ, ચેાથું વ્રત, ભૂમિશયન, શ્રાવક પ્રતિમાદિક અને બીજા વિશેષ અભિગ્રહને ધારણ કરતા હોય, તે તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણવો. આરતમાં એક બે ત્યાદિવ્રત અંગીકાર કરે તેા પણ ભાવથી વ્રતશ્રાવકપણું થાય. ઈહાં બારવ્રતના એકેક, દ્વિક, ત્રિક, ચતુષ્ક ત્યાદિ સંયોગમાં દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ ભાંગા તથા ઉત્તરગુણ અને અવિરતિ રૂપ એ ભેદ મેળવ્યાથી શ્રાવક વ્રતના સર્વે મળીને તૈસે ચોરાશી ક્રોડ, બારલાખ, સત્યાશી હુંજાર, બસેને એ ભાંગા થાય છે. શકા—શ્રાવકત્રંતમાં ત્રિવિધ ત્રિવિધ એ ભાંગાના ભેદ ક્યાંય પણ કેમ ન જોડાયા ?
4
સમાધાન:શ્રાવક પાતે અથવા પુત્રાદિકની પાસે પૂર્વે આરભેલા કાર્યમાં અનુમતિને નિષેધ કરી શકે નહીં, માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગે. લીધા નહીં. હવે પ્રઽત્યાદિ ગ્રંથમાં શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ પણ કહ્યું છે, તે વિશેષ વિધિ છે. તે આ રીતે:--જે શ્રાવક દીક્ષા લેવાની જ ઈચ્છા કરતા હોય, પણ કેવળ પુત્રાદ્ધિ સતતિનું પાલન કરવા માટેજ ગૃહવાસમાં અટકી રહ્યા હાય, તેજ ત્રિવિધે ત્રિવિધે કરી શ્રાવક પ્રતિભાના અંગીકાર કરે. અથવા કોઈ શ્રાવક સ્વયંભૂરમણુ સમુદ્રમાં રહેલા . નૃત્સ્યના માંસાદિકનું કિવા મનુષ્યક્ષેત્રથી બહાર સ્થુલ હિંસાદિકનું કોઈ અવસ્થામાં પચ્ચખાણ કરે તે, તેજ ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી કરે. એવી રીતે ત્રિવિધ ત્રિવિધના વિષય ઘણુંા અલ્પ હોવાથી તે અહિં કહેવાની
૮૨