________________
દીક્ષા, શસ્ત્રનો અભ્યાસ, વિવાદ, રાજાનું દર્શન, ગીત ઇત્યાદિ, મંત્ર યંત્રાદિકનું સાધન, એટલા કાર્યમાં સુર્યનાડી શુભ છે, જમણી અથવા ડાબી જે નાસિકામાં પ્રાણવાયુ એક સરખો ચાલતો હોય, તે બાજુનો પગ આગળ મૂકીને પિતાના મંદિરમાંથી નીકળવું સુખ, લાભ અને જય એના
અથ પુરૂષોએ પિતાના દેવાદાર, શત્રુ, ચોર, વિવાદ કરનારા ઈત્યાદિકને પિતાની શુન્ય (શ્વાસે શ્વાસ રહિત) નાસિકાના ભાગમાં રાખતા. કાર્યસિદ્ધિની ઈચ્છા કરનારા પુરૂષોએ સ્વજન, પિતાનો સ્વામી, ગુરૂ તથા બીજા પોતાના હિતચિંતક એ સર્વ લોકોને પિતાની જે નાસિકા વહેતી હોય, તે નાસિકાના ભાગમાં રાખવા. પુરૂષે બિછાના ઉપરથી ઉઠતાં જે નાસિકા પવનના પ્રવેશથી પરિપૂર્ણ હોય, તે નાસિકાના ભાગને પગ પ્રથમ ભૂમિ ઉપર મૂકવે.
શ્રાવકે એવી વિધિથી નિદ્રાનો ત્યાગ કરીને પરમ મંગલને અર્થે બહુમાનપૂર્વક નવકાર મંત્રનું વ્યક્ત વર્ણન સંભળાય (કોઈ બરોબર ન સાંભળે છે એવી રીતે સ્મરણ કરવું. કહ્યું છે કે–બિછાના ઉપર બેઠેલા પુરૂષે પંચ પરમેષ્ટીનું ચિંતન મનમાં કરવું. એમ કરવાથી સુતેલા માણસના સંબંધમાં અવિનયની પ્રવૃત્તિ રોકાય છે. બીજા આચાર્યો તે–એવી કોઈ પણ અવસ્થા નથી કે, જેની અંદર નવકાર મંત્ર ગણવાનો અધિકાર નથી, એમ માનીને “નવકાર હમેશ માફક જાણવો” એમ કહે છે. આ બન્ને મત પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિનકૃત્યમાં તો એમ કહ્યું છે કે, શયાનું સ્થાનક મૂકીને નીચે ભૂમી ઉપર બેસવું, અને ભાવબંધુ તથા જગતના નાથ એવા નવકારનું ભણવું. યતિદિનચર્યામાં તે આ રીતે કહ્યું છે કે, રાત્રિને પાછલે પહેરે બાળ, વૃદ્ધ ઇત્યાદિ સર્વે લોકો જાગે છે. માટે તે સમયે ભવ્ય છ સાત આઠ વાર નવકાર મંત્ર કહે છે. એવી રીતે ન વકાર ગણવાનો વિધિ જાણવો. . નિદ્રા કરીને ઉકેલે પુરૂષ મનમાં નવકાર ગણુ શય્યા મૂકે, પવિત્ર ભાિ ઉપર ઉભા રહી અથવા પદ્માસનાદિ સુખાસને બેસે. પૂર્વ દિશાએ, ઉત્તર દિશાએ અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે. અને ચિત્તની એકાગ્રતા વગેરે થવાને અર્થે કમળબંધથી અથવા હસ્ત જપથી