________________
સારી ફળ પ્રાપ્ત થાય છે. દેહના અંત સમયે પણ નવકાર ગણવા. કારણ કે, તેથી મરનાર સુગતિએ જાય છે. આપદા આવી પડે તોપણ ગણવા. કારણ કે, તેથી સેંકડે આપદાને નાશ થાય છે. ઘણું અદ્ધિ હોય તો પણ ગણવા. કારણ કે, તેથી ઋદ્ધિની વૃદ્ધિ થાય છે.
નવકારને એક અક્ષર ગણે તે સાત સાગરોપમ સ્થિતિવાળું, એકપદ ગણે તે પચાશ સાગરોપમ સ્થિતિવાળું, અને સમગ્ર નવકાર ગણે તો પાંચસો સાગરોપમ સ્થિતિવાળું પાપકર્મ નાશ પામે છે. જે જીવ એક લલ નવકાર મંત્ર ગણે, અને વિધિપૂર્વક જિન નમસ્કારની પૂજા કરે, તે તીર્થકર નામગાત્ર બાંધે એમાં સંશય નથી. જે જીવ આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ (૮૦૮૦૮૮૦૮) વાર નવકાર મંત્ર ગણે. તે ત્રીજે ભવે મુક્તિ પામે. નવકાર માહાય ઉપર આલોક સંબંધમાં શ્રેણિપુત્ર શિવકુમારાદિકનું દષ્ટાંત છે. જેમ–તે (શ્રેણિપુત્ર શિવકુમાર ) ધૂતાદિ વ્યસનમાં આવ્યા હોવાથી તેના પિતાએ તેને શિખામણ આપી કે, કઈ સંકટ આવી પડે ત્યારે નવકાર મંત્ર ગણજે. કેટલેક કાળે પિતા મરી ગયા પછી વ્યસનથી નિર્ધન થએલો શિવકુમાર ધનને અર્થે કોઈ ત્રિદંડીના કહેવાથી ઉત્તરસાધક થયો. અંધારી ચોથની રાત્રિએ સ્મશાનમાં (મૃતકલેવરના) પગ ઘસતાં બી, તેથી તેણે તેજ વખતે ત્રણ વાર નવકાર મંત્ર ગણ્યો. તેથી ઉભા થયેલા શબની શક્તિ તેના ઉપર ચાલી નહીં. ત્યારે બે ત્રિદંડીને હો. તે ત્રિદંડીનજ સુવર્ણ પુરૂષ થયે, તેથી ઘણે ઋદ્ધિશાલી એલા શિવકુમારે આલોકમાં જિનમંદિરાદિક બંધાવ્યાં. - પરલોક સંબંધમાં વડ ઉપર રહેલી સમળીને દાખલો છે કે જ્યારે તે સમળીને કોઈ પારધીએ બાણથી વિધી, ત્યારે મુનિરાજે તેને નવકાર મંત્રદીધે; અને તેથી તે સિંહલાધિપતિ રાજાની માન્ય પુત્રો થઇ એકદા. કોઈ મહેટા શ્રેષ્ટિએ છીંક આવતાં પોતાને નવકારનું પ્રથમ પદ કહ્યું. તે સાંભળવાથી તેને (પુત્રીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે પચાશ વહાણ ભરી, સાથે લઈ ભરૂચ આવી શબલિકાવિહારને ઉદ્ધાર કરાવ્યો.
માટે નિદ્રા લઈ ઉઠતાં જ પ્રથમ નવકાર મંત્ર ગણો. પછી ધર્મ જાગરિકા કરવી, એટલે પાછલી રાત્રે વિચાર કરે, તે આ રીતે હું કોણ? અને
૪૩