________________
મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જૂદાં કરવાં જપાદિકનું ઘણું ફળ કહ્યું છે, જેમ ક્રોડે પૂજા સમાન એક તેત્ર છે, ક્રોડ સ્તોત્ર સમાન એક જ છે, ક્રોડ જપ સમાન બાન છે, અને ક્રોડ ધ્યાન સમાન લય (ચિત્તની સ્થિરતા) છે. ચિત્તની એકાગ્રતા થવાને અર્થે જીન ભગવાનની જન્મકલ્યાણકાદિ ભૂમિ વગેરે તિર્થને અથવા બીજા કોઈ ચિત્તને સ્વધ્ય કરનાર, પવિત્ર અને એકાંત સ્થાનને આશ્રય કરે. ધ્યાન શતકમાં કહ્યું છે કે – તરૂણ સ્ત્રી, પશુ, નપુંસક અને કુશળ પુરૂષ એથી હમેશાં રહિત એવું પવિત્ર અને એકાંત સ્થાનક મુનિરાજનું કહ્યું છે. ધ્યાન કરવાને સમયે એવું સ્થાનક વિશેષે કરી ખાસ જોઈએ. - જેમના મન વચન કાયાના યોગ સ્થિરતા પામ્યા હોય અને તેથી જ દયાનને વિષે નિશ્ચલ મન થયું હોય તે મુનિરાજને તે માણસની ભીડવાળા ગામમાં અને શુન્ય અરણ્યમાં કોઈ પણ વધારે નથી. માટે જ્યાં મન વચન કાયાના યોગ સ્થિર રહે અને કોઈ જીવને હરકત ન થતી હોય, તે સ્થાન ધ્યાન કરનારને વેગ જાવું. જે સમયે મન વચન કાયાના યોગ ઉત્તમ સમાધિમાં રહેતા હોય, તેજ કાળ ધ્યાનને માટે યોગ્ય છે. ધ્યાન કરનારને દિવસ કે રાત્રિનો જ સમય જોઈએ ઇત્યાદિ નિયમ શાસ્ત્રમાં કહ્યા નથી. દેહની અવસ્થા જીવને ધ્યાનને વિષે હરકત કરનારી ન હોય, તેજ અવસ્થામાં ગમે તે ઉભા રહી, બેસી અથવા બીજી રીતે પણ
ધ્યાન કરવું. કારણ કે, સાધુએ સર્વ દેશમાં, સર્વ કાળમાં અને સર્વ પ્રકારની દેહની ચેષ્ટામાં વર્તતાં પાપકર્મ શમાવીને કેવળજ્ઞાનાદિક પામ્યા. માટે ધ્યાનના સંબંધમાં દેશને, કાળને અને દેહની અવસ્થાને કઈ પણ નિયમ સિદ્ધાંતમાં કહ્યું નથી. જેમ મન વચન કાયાના યોગ સમાધિમાં રહે, તેમ ધ્યાન કરવાનો પ્રયત્ન કરો. નવકાર મંત્ર આલોકમાં તથા પરલોકમાં ઘણે ગુણકારી છે. મહાનિશિદ્ધ સૂત્રમાં કહ્યું છે કે – નવકાર મંત્રનું ભાવથી ચિંતવન કર્યું હોય તો તે ચેર, ધાપદ (જંગલી જાનવર), સર્પ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ અને રાજા એટલા થકી ઉત્પન્ન થતા ભયનો નાશ કરે છે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે, જીવના જન્મ સમયે નવકાર ગણવા. કારણ કે તેથી ઉત્પન્ન થનાર જીવને ,
૯૨