________________
નવકાર મંત્ર ગણે. તેમાં કલ્પિત અષ્ટદળ કમળની કર્ણિકા ઉપર પ્રથમપદ સ્થાપન કરવું, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દળ ઉપર અનુક્રમે બીજું ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું. અને અગ્નિ, નૈરૂત્ય, વાવ્ય અને ઈશાન એ ચાર કોણ દિશામાં બાકી રહેલાં ચાર પદ અનુ કમે સ્થાપન કરવાં. શ્રી હેમચંદ્રસૂરિજીએ આઠમા પ્રકાશમાં કહ્યું છે કે, આઠ પાંખડીના તકમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરને મંત્રનો આરિહંતાનું ચિંતવન કરવું. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીને વિષે અનુક્રમે સિદ્ધાદિ ચાર પદનું, અને વિદિશાને વિષે બાકીનાં ચાર પદનું ચિંતવન કરવું. મન વચન કાયાની શુદ્ધિથી જે એ રીતે એક આઠ વાર મન રાખીને નવકારનું ચિંતવન કરે, તે ભજન કરતાં છતાં પણ ઉપવાસનું ફળ અવશ્ય મળે. નવાવર્ત, શંખાવર્ત, ઈત્યાદિ પ્રકારથી હસ્તપ કરે, તે પણ ઇષ્ટ સિદ્ધિ આદિ ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે–જે ભવ્ય હસ્તજપને વિષે ન ધાવ બાર સંખ્યાએ નવ વાર એટલે હાથ ઉપર ફરતાં રહેલાં બાર સ્થાનક (વેડા) ને વિષે નવ ફેરા અર્થત એક સો આઠ વાર નવકાર મંત્ર જપે, તેને પિશાચાદિ વ્યંતરે ઉપદ્રવ કરે નહિ. બંધનાદિ સંકટ હોય તો નંધ વર્તને બદલે તેથી વિપરીત (અવળા) શંખાવથી અથવા મંત્રના અક્ષરના કિંવા પદનો વિપરીત ક્રમથી નવકાર મંત્રને લક્ષાદિ સંખ્યા સુ. ધી પણ જપ કરવો એટલે કલેશનો નાશ વગેરે તુરતજ થાય.
ઉપર કહેલ કમળબંધ જપ અથવા હસ્તજપ કરવાની શક્તિ ન હોય તે, સૂત્ર, રત્ન, રૂદ્રાક્ષ ઇત્યાદિકની નોકારવાળી પિતાના હૃદયની સમશ્રેણી - માં પહેરેલા વસ્ત્રને કે, પગને સ્પર્શ કરે નહિ, એવી રીતે ધારણ કરવી. અને મેરૂનું ઉલ્લંઘન ન કરતાં વિધિ પ્રમાણે જપ કરવો. જેમ કે અંગુલિના અગ્રભાગથી, વ્યગ્રચિત્તથી, તથા મેરૂના ઉલ્લંઘનથી કરેલો જપ, પાયે અ૫ ફળને આપનારો થાય છે. લોક સમુદાયમાં જપ કરવા કરતાં એકાંતમાં કરે છે, મંત્રાક્ષરને ઉચ્ચાર કરીને કરવા કરતાં મનપણે કરવિો તે, અને નાનપણે કરવા કરતાં પણ મનની અંદર કરે તે શ્રેષ્ઠ છે. એ ત્રણે જપમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ઠ જા