________________
સૂર્યનાડી અને વૃષભ સંક્રાંતિને વિષે ચંદ્ર નાડી સારી ત્યાદિ. કેટલાકને મત ચંદ્રરાશિના પરાવર્તનના ક્રમથી નાડીનો વિચાર છે, જેમ કે- સૂના ઉદયથી માંડીને એકેક નાડી અઢી ઘડી નિરંતર વહે છે. શહેરના ઘડા જેમ અનુક્રમે વારંવાર ભરાય છે, અને ખાલી થાય છે, તેમ નાડીઓ પણ અનુક્રમે ફરતી રહે છે. છત્રીશ ગુરૂ વર્ણ (અક્ષર) નો ઉચ્ચાર કરતાં જે. ટલો કાળ લાગે છે, એટલે કાળ પ્રાણવાયુને એક નાડીમાંથી બીજી નાડીમાં જતાં લાગે છે. એવી રીતે પાંચ તત્વોનું સ્વરૂપ જાણવું. અગ્નિતત્ત્વ ઉંચું, જળતત્વ નીચું, વાયુતત્ત્વ આડું, પૃથ્વીતત્વ નાસિકાપુટની અંદર અને આકાશતત્તવ ચારે બાજુ વહે છે. વહેલી સૂર્ય અને ચંદ્રનાડીમાં અનુક્રમે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ પાંચ તર વહે છે. એ સર્વદા જાણુ. પથ્વીતત્વ પચાસ, જળતત્વ ચાલીશ, અગ્નિતત્વ ત્રીશ, વાયુતત્વ વીશ અને આકાશતત્ત્વ દસ પળ વહે છે. સૌમ્ય (સારા) કાર્યને વિષે. પૃથ્વી અને જળતત્તવથી ફળની ઉન્નતિ થાય છે. ક્રર તથા અન્ય સ્થિર એવા કાર્યને વિષે અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તથી સારૂ ફળ થાય. આયુષ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ, પુત્ર, સંગ્રામનું પ્રશ્ન, જવું અને આવવું એટલા કાર્યમાં પૃથ્વીતત્વ અને જળતત્વ શુભ જાણવાં, પણ અગ્નિતત્વ અને વાયુતવ શુભ નથી. પૃથ્વીતત્વ હેય તે કાસિદ્ધિ ધીરે ધીરે અને જળતત્વ હેય તે તુરતજ જાણવી. પૂજા, દ્રવ્યોપાર્જન, વિવાહ, કિલ્લાદિનું અથવા નદીનું ઉલ્લંઘન, જવું, આવવું, કવિત, ઘર, ક્ષેત્ર ઇત્યાદિકનો સંગ્રહ, ખરીદવું, વેચવું, વૃષ્ટિ, રાજાદિકની સેવા, ખેતી, વિષ, જય, વિધા, પટ્ટાભિષેક ઇત્યાદિ શુભ કાર્યમાં ચંદ્રનાડી શુભ છે. કોઈ કાર્યનું પ્રશ્ન અથવા કાર્યનો આરંભ કરવાને સમયે ડાભી નાસિકા યાયુથી પૂર્ણ હોય, તથા તેની અંદર વાયુનું જવું આવવું, સારી પેઠે ચાલતું હોય તો નિશ્ચ કાર્યસિદ્ધિ થાય. બંધનમાં પડેલા, રેગી, પતાના અધિકારથી ભ્રષ્ટ થએલા એવા પુરૂષોનું પ્રશ્ન, સંગ્રામ, શત્રુનો મે"ળાપ, સહસા આવેલ ભય, સ્નાન. પાન, ભોજન, ગઈ વસ્તુની શેધ ખેળ, પુત્રને અર્થે સ્ત્રીને સંભેગ, વિવાદ તથા કોઈ પણ ફર કર્મ એટલી વસ્તુમાં સૂર્યનાડી સારી છે. કોઈ ઠેકાણે એમ છે કે વિધાને આરંભ,