________________
ઘણું ફાયદા છે, અને તેમ ન કરવામાં આલેક પરલોક સંબંધી કાર્યની હાનિ વગેરે ઘણું દેષ છે. લોકોમાં પણ કહ્યું છે કે– " - “એ ધળ સંપs, ધમાં પલ્ટો ! આ વિહિંદુત્તા વિ ફામરૂ, તિરું ના થાક ન ” શા
અર્થ–મજૂર લોકો જે વહેલા ઉઠીને કામે વળગે તે, તેમને ધન મળે છે, ધર્મ પુરૂષે વહેલા ઉઠીને ધર્મકાર્ય કરે છે, તેમને પરલોકનું સારૂં ફળ મળે છે, પરંતુ જેઓ સૂર્યોદય થયા છતાં પણ ઉઠતા નથી, તેઓ બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનને હારી જાય છે. ૧ છે - નિદ્રાવશ થવાથી અથવા બીજા કોઈ કારણથી જે પહેલા કહેલા વખતે ન ઉઠી શકે છે, પંદર મુહૂર્તની રાત્રિમાં જન્યથી ચૌદમે બ્રાહ્મ મુહૂર્ત (અર્થાત્ ચાર ઘડી રાત્રિ બાકી રહે તે) ઊઠવું. ઉઠતાંજ દ્રવ્ય થી, ક્ષેત્રથી, કાળથી તથા ભાવથી ઉપયોગ કરો. તે આ પ્રમાણે –“હું શ્રાવક છું, કે બીજો કોઈ છું ?” એ વિચાર કરવા તે દ્રવ્યથી ઉપયોગ. “હું પિોતાના ઘરમાં છું કે બીજાના ઘેર ? મેડા ઉપર છું કે, ભાંડ તળીએ ? એવો વિચાર કરે તે ક્ષેત્રથી ઉપયોગ. “રાત્રિ છે કે દિવસ છે ?એવો વિચાર કરે તે કાળથી ઉપયોગ. “કાયાના, મનના અથવા વચનના દુઃખથી હું પીડાયલ છું કે નહી ?” એવો વિચાર કરે જ ભાવથી ઉપગ. એ ચતુર્વિધ વિચાર કર્યા પછી નિદ્રા બરાબર ગઈ ને હોય, તો નાસિકા પકડીને શ્વાસોશ્વાસને રેકે. તેથી નિદ્રા તદન જાય, ત્યારે દ્વાર (બારણું ) જોઈને કાયચિંતા વગેરે કરવી. સાધુની અપેક્ષાર્થ
નિર્યુક્તિમાં કહ્યું છે કે– વ્યાદિ ઉપયોગ, અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે. રાત્રે જે કાંઈ કઈ બીજાને કામકાજ જણાવવું પડે છે, તે બહુજ ધીમા સાદે જણાવવું. ઊંચા સ્વરથી ખાંસી, ખુંખાર, હુંકાર અથવા કે પણ શબ્દ ન કરે, કારણ કે તેમ કરવાથી ગળી વગેરે હિંસક છક જાગે અને માખી પ્રમુખ સુદ છવાને ઉપદ્રવ કરે, તથા પડોશના લકે પણ જાગૃત થઈ પોત પોતાના કાર્યનો આરંભ કરવા લાગે. જેમ પાણી લાવનારી તથા રાંધનારી સ્ત્રી, વેપારી, શોક કરનાર, મુસાફર, ખેડૂત, માબી, રહે. ચલાવનાર ઘર પ્રમુખ યંત્રને ચલાવનાર, સલાટ, ધાંચી,