________________
બહાર નીકળી જાય છે, અને જે વ્રતોથી નિરંતર વીંટાયેલો છે, તે શ્રાવક કહેવાય છે, જે પુરૂષ સમકાદિક પામીને હર દિવસે મુનીરાજ પાસે ઉકૃષ્ટ સામાચારી સાંભળે છે, તેને જાણ લોકો શ્રાવક કહે છે. જે પુરૂષ ( શ્રા એટલે) સિદ્ધાંતના પદને અર્થ વિચારીને જે પિતાની આગમ ઉ. પરની શ્રદ્ધા પરિપક્વ કરે, (વ એટલે ) નિત્ય સુપાત્રને વિષે ધનનો વ્યય કરે, અને (ક એટલે ) રૂડા મુનિરાજની સેવા કરીને પિતાનાં માઠાં કર્મ છોડવે અર્થત અપાવે, એ માટે જ તેને ઉત્તમ પુરૂષ શ્રાવક કહે છે.” અથવા “જે પુરૂષ શ્રા એટલે પદના અર્થ ચિંતવીને પ્રવચન ઉપરની શ્રબધા પરિપકવ કરે, તથા સિદ્ધાંત સાંભળે, “વ” એટલે સુપાત્રે ધનને વ્યયા કરે, અને દર્શન–સમકિત આદરે, ક એટલે માઠાં કર્મને છેડે, અને ઈ દિયાદિકને સંયમ કરે, તેને વિચક્ષણ પુરૂષો શ્રાવકહે છે.” હવે “શ્રાદ્ધ શબ્દનો અર્થ કહે છે. જેની સદ્ધર્મને વિષે શ્રદ્ધા છે, તે શ્રાધ કહેવાય છે મૂળ શબ્દ શ્રદ્ધા હતો તેને પ્રશાશ્રદ્ધાળ એ વ્યાકરણસૂત્રથી ણ પ્રત્યય કર્યો, ત્યારે પ્રત્યયના ણ કારનો લોપ અને આદિ વૃદ્ધિ થવાથી શ્રાદ્ધ એવું રૂપ થાય છે. શ્રાવક શબ્દની પેઠે શ્રાદ્ધ શબ્દને પણ ઉપર કરેલ અર્થ ભાવ શ્રાવકની અપેક્ષાથી જ જાણે. માટે જ અહિં ગાથામાં કહ્યું કે અહિં ભાવ શ્રાવકનો અધિકાર છે. ”
એવી રીતે ચોથી ગાથામાં શ્રાવકનું સ્વરૂપ કહ્યું. હવે પાછળ બીજી માથામાં દિવસકૃત્ય રાત્રિકૃત્ય” ઈત્યાદિ છે વિષય કહેવામાં આવ્યા છે, તેમાં પ્રથમ દિવસ કૃત્યની વિધિ કહે છે.
(મૂઢ થા.) नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई ॥ पडिकमिअसुईपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥ ५ ॥
ભાવાર્થ–“નમો થતા ઈત્યાદિ નવકાર ગણીને જાગૃત થ. એલે શ્રાવક પિતાનું કુળ, ધર્મ, નિયમ ઇત્યાદિકનું ચિંતવન કરે. એને સાર–પ્રથમ તે શ્રાવકે નિદ્રા થેડી લેવી. પાછલી રાત્રે પહેર રાત્રિ બાકી રહે તે વખત ઉઠવું. તેમ કરવામાં આલોક સંબંધી તથા પરલોક સંબધી કાર્યને બરાબર વિચાર થવાથી તે કાર્યની સિદ્ધિ તથા બીજા પણ
૮૫