________________
ચાર તીર્થંકરનું અહિં સમવસરણ થયું છે અને નેમીનાથને વજીને, બાકીના ઓગણીશ તીર્થકરેનું સમવસરણ આવતા કાળમાં અહિં થવાનું છે. તેમજ પૂર્વકાળે અહિં અનંતા સિદ્ધ થયા અને આવતે કાળે પણ અનંતા સિદ્ધ થશે, માટે આ તિર્થને સિદ્ધક્ષેત્ર કહે છે. જગતને સ્તુતિ કરવા લાયકે એવા, મહાવિદેહ ક્ષેત્રની અંદર વિચરતા શાવતા તીર્થકરે પણ આ તીર્થની ઘણી જ પ્રશંસા કરે છે. તેમજ ઈહાંના ભવ્ય જીવો પણ હંમેશાં એનું સ્મરણ કરે છે. જેમ સારી ભૂમીમાં વાવેલું બીજ અતીઘણી સંખ્યામાં થાય છે, તેમ આશાશ્વતા તીર્થ કરેલી યાત્રા, પૂજા, તપસ્યા, સ્નાત્ર અને દાન એ સર્વ અતીઘણું ફળ આપે છે, વળી કહ્યું છે કે શત્રુંજય તીર્થનું ધ્યાન કરવાથી હજાર પલ્યોપમ જેટલી અશુભ કર્મની સ્થિતિ ક્ષય પામે છે અને શત્રુજયે જવા માર્ગે પગ મૂકવાથી એક સાગરોપમ જેટલી અશુભ કર્મની સ્થિતિનાશ થાય છે. શત્રુંજય પર્વત ઉપર શ્રી આદીનાથ ભગવાનનાં દર્શન કરવાથી તિર્યંચ અને નારકી એ બે દુર્ગતિનો નાશ થાય છે. તેમજ કોઈ ભવ્ય જીવ ત્યાં સ્નાત્ર પૂજા કરે તો હજાર સાગરોપમ જેટલી અશુભ કર્મની સ્થિતિ ખપાવે છે. કેઈ ભવ્ય જીવ શત્રુંજય પર્વત તરફ જવા માટે એ. કેક પગલું મૂકે તે કેડે ભમાં કરેલાં પાતકોમાથી પણ તે મુક્ત થાય છે. શુદ્ધ પરિણામને કોઈ જીવ બીજે ઠેકાણે ક્રેડ પૂર્વ સુધી શુભ ધ્યાન કરીને જેટલું શુભકર્મ બાંધે છે, તેટલું શુભકર્મ આ પર્વતને વિષે બે ઘડી શુભધાન કરવાથી નિચે બંધાય છે. કોડે વર્ષ સુધી મુનિરાજને સૂઝતે ઈચ્છિત આહાર આપવાથી તથા સંધર્મીને ઇચ્છાભોજન દીધાથી જે પુણ્ય બંધાય છે, તે પુણ્ય શત્રુંજય પર્વત ઉપર એક ઉપવાસ કરવાથી બંધાય છે, જે ભવ્ય જીવ ભાવથી શત્રુ જય પર્વતને વંદના કરે તેણે સ્વર્ગ માં, પાતાળમાં તથા મનુષ્યક્ષેત્રમાં જેટલાં તીર્થો છે તે સર્વેનાં દર્શન કર્યા એમ જાણવું. ભવ્ય છવ શ્રેષ્ટ એવા શત્રુજયનાં દર્શન કરે, અથવા ન કરે; પણ જે શત્રુંજયે જતા સંઘનું વાત્સલ્ય કરે, તે પણ ઘણું શુભકર્મ ઉપાર્જ છે. તે જેવાં કે—શત્રુંજય પર્વતને ન જોતાં જે શકુંજયના સંધનું જ કેવળ વાત્સલ્ય કરે, તે, સાધારણ સાધર્મિવાત્સલ્ય કરતાં ક્રોડગુણું પુણ્ય પ્રાપ્ત કરે અને જે શત્રુંજયનાં દર્શન કરીને સઘનું વાત્સલ કરે.