________________
લાગતો હોય તે અહિંથી ઇશાન કોણમાં પાંચ જન ઉપર બે પર્વત ની વચ્ચે એક કળીવન છે, ત્યાં યશોમતી નામે જાણુ યોગિની રહે છે તેની પાસે જઈને તું તપાસ કરે તે તેને સર્વ હકીકત કહેશે.” એવી દિબે આકાશવાણી સાંભળીને મૃગધ્વજ રાજા મનમાં ઘણું આશ્ચર્ય પામવા લાગે અને તે પુરૂષને સાથે લઈ ઈશાન કોણમાં કહેલા સ્થાનકે ગયો. ત્યાં યોગિની પણ જોવામાં આવી. ગિનીએ રાજાને પ્રીતિથી કહ્યું કે, “હે રાજન! તે જે દિવ્ય વચન સાંભળ્યું, તે સત્ય છે. સંસાર રૂપી વિકટ જગલની અંદર આવેલ માર્ગ ઘણો જ વિષમ છે. જ્યાં હારા જેવા તત્ત્વજ્ઞાની પુરૂષે પણ મુંઝાઈ જાય છે. એ ઘણી આશ્ચર્યની વાત છે. હે રાજન ! આ પુરૂષનું મૂળથી માંડીને વૃત્તાંત કહું છું, તે તું સાંભળ. - ચંદ્રપુર નગરમાં ચંદ્રમા જેવા આલ્હાદકારી જશવાળો સેમચંદ્ર નામે રાજા અને ભાનુમતી નામે તેની રાણી હતી. એક યુગલ (જોડલું) હેમવંત ક્ષેત્રથી સૌધર્મ દેવલોકનાં સુખ ભેગાવીને ભાનુમતીના ગર્ભમાં અવતર્યું. ભાનુમતીને વખત જતાં જ્ઞાતિવર્ગને આનંદ પમાડનાર પુત્ર અને પુત્રી થયાં. તેમાં પુત્રનું નામ ચંદ્રશેખર અને પુત્રીનું નામ ચંદ્રવતી પડયું. સાથે વૃદ્ધિ પામતા અને જાણે સ્પર્ધાથીજ હોયની ! તેમાં એક કરતાં એક વધારે શોભતા એવા તે બન્ને જણને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલામાં સેમચંદ્ર રાજાએ ચંદ્રવતીને હારી સાથે પરણાવી, અને ચંદ્રશેખરનું યશેમિતી નામે રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરાવ્યું. પૂર્વભવના અભ્યાસથી ચંદ્રશેખર અને ચંદ્રવતી એ બન્ને જણું માંહોમાંહે ઘણાં અનુરાગી થયાં અને કામવાસનાથી પૂર્વભવ માફક સંબંધ કરવાની ઈચ્છા કરવા લાગ્યાં. એવા સંબંધને ધિક્કાર થાઓ ! આ સંસારમાં જીવોને મુખથી ઉચ્ચારણ કરાય નહીં, એવી માઠી વાસના ઉત્પન્ન થાય છે. જેથી ચંદ્રશેખર અને ચંદ્રવતી જેવાં ઉત્તમ સ્ત્રી પુરૂષને પણ આવો કુમાર્ગ સૂઝે છે! હે રાજન ! જ્યારે તું ગાંગલિ ઋષિના આશ્રમે ઘણીજ ઉતાવળથી એક દમ ગયો, ત્યારે પોતાના ઈષ્ટ મનોરથ પૂર્ણ કરવાને અર્થે ચંદ્રવતીએ ચં. ક્રિશેખરને હર્ષથી તેડાવ્યું. તે (ચંદ્રશેખર ) તહારું રાજ્ય લેવા માટે જ આવ્યો હતો, પણ ઉત્તમકથી જેમ અગ્નિ દાહ કરી શકતો નથી, તેમ ?