________________
સિંહ આગળ હરિણીનું કાંઇ પણ પરાક્રમ ચાલે નહી.” તેમ દઢ સમ્યકત્વ ધારી શુકરાજ આગળ મારું પરાક્રમ ચાલે નહિ, એમ ચંદ્રશેખરે કહ્યું. “હે દેવિ ! જે તે પ્રસન્ન થઈ હોય, અને મને વર આપતી હોય, તો બળથી અથવા છળથી હારૂં ઉપર કહેલું કાર્ય કર.” ચંદ્રશેખરની આ વગેરે ઉક્તિથી તથા ભક્તિથી સંતુષ્ટ થએલી દેવીએ કહ્યું. “અહિં છે. ળનું જ કામ છે, બળનું નથી. કેઈ વખતે શકરાજ બહાર ગામ જાય, ત્યારે તું શિધ્ર રાજમહેલમાં જા. મહારા પ્રભાવથી તારૂં રૂપ તદન શુકરાજ જેવું જ થશે. તેથી તું શુકરાજનું રાજય યથેચ્છ ભગવ.” એમ કહીને દેવી અદશ્ય થઈ. ચંદ્રશેખરે ઘણા સંતોષથી એ વાત ચંદ્રવતીને કહી. એક વખતે તીર્થ યાત્રા કરવાને મન ઉસુક થવાથી શુકરાજે પોતાની બે સ્ત્રીઓને કહ્યું કે, “હે પ્રિયાએ ! હું વિમળાચળ તીર્થને વંદન કરવા માટે તે આશ્રમે જવાને વિચાર કરૂં છું.” સ્ત્રીઓએ કહ્યું. “ત્યારે અમે પણ સાથે આવીએ. કેમકે, અમને પણ અમારા પુજ્ય માત પિતાને મેલાપ થશે.” પછી શુકરાજ પિતાની બે સ્ત્રીઓને સાથે લઈ કેકને પણ ન કહેતાં દેવતાની પેઠે વિમાનમાં બેસી વિદાય થયે. એ વાતની કોઈને પણ ખબર પડી નહીં. ચંદ્રવતીનું ચિત્ત એ વાત તરફ જ હોવાથી તેણે આ વાત જાણી તુરત ચંદ્રશેખરને જણાવી. તે પણ જેમ પરકાયામાં પ્રવેશ કરે, તેમ છળથી શીઘ તે નગરમાં આવ્યું, કે તુરતજ તે રૂપથી શુકરાજ સરખે થયો. રૂપધારી સુગ્રીવ જેવા તે દાંભિકને મર્વ જનો શકરાજ સમજવા લાગ્યા. રાત્રે મોટો પિકાર કરીને ચંદ્રશેખર ઉઠે અને કહેવા લાગ્યો કે, “અરે દેડો દેડ! એ વિધાધર મહારી બે સ્ત્રીઓને હરણ કરી જાય છે ? તે સાંભળી મંત્રી વગેરે સર્વે લોકો હાહાકાર કરતા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે, “હે પ્રભો ! તમારી તે સર્વે વિધાઓ કયાં ગઈ ?” ચંદ્રશેખરે દુઃખી માણસ જેવી મુદ્રા દેખાડીને કહ્યું કે, “હું શું કરું ? તે દુષ્ટ વિધારે યમ જેમ પ્રાણ ખેંચી લે છે, તેમ હારી વિધાએ પણ હરણ કરી. ” ત્યારે લોકોએ કહ્યું. “હે મહારાજ ! તે વિદ્યાઓ અને સ્ત્રીઓ ભલે જાઓ. આપ મહારાજનું શરીર કુશળ છે તેથી અમે સંતુષ્ટ છીએ” એવી રીતે પૂરેપૂરા કપટથી સર્વ રાજકુળને ઠગીને ચંદ્ર
૭૪ *