________________
- એ યોગિનીની વાણી સાંભળી મૃધ્વજ રાજાનું ચિત્ત શાંત અને વિરાગી થયું. પછી મૃગન્નજ રાજા તે યોગિનીની આજ્ઞા લઈ ચંદ્રક પુત્ર સહિત પોતાના પુરના ઉધાને ગયો. ચંદ્રકને મોકલી પિતાના પુત્રોને તથા મંત્રી આદિકને તેડાવ્યા, અને સંસારથી ઉદ્વિગ્ન અને તત્વમાં નિમગ્ન થઇ તેણે સર્વ પરિવારને કહ્યું કે, “હું હવે તપસ્યાનો અંગીકાર કરીશ, કારણ કે, દાસ સરખે આ સંસારથી મહારે ઘણો પરાભવ થયો. હવે પછી શુકરાજને રાજ્ય આપવું. હું હવે ઘેર આવીશ નહીં.” મંત્રીઆદિ લેકએ કહ્યું. “ હે મહારાજ! ઘેર પધારે. ઘેર પધારવામાં શું દોષ છે ? - નમાં મોહ ન હોય તો ઘર પણ જગલ સમાન છે, અને જે મેહ હોય તે જંગલ પણ ઘર માફક કર્મબંધ કરનારું છે. સાર એ છે કે, જીવને બંધનમાં માંખનારા માત્ર એક મોહજ છે.” મંત્રી આદિકના આગ્રહથી રાજા પરિવાર સહિત ઘેર આવ્યા. ત્યારે ચંદ્રશેખરે રાજાના પડખામાં ચંદ્રાકને દીઠે. તેને દેખતાંજ ચંદ્રશેખરને યક્ષનું વચન યાદ આવ્યું કે, તરતજ તે કોઈ પણ જાણે નહીં એવી રીતે, જેમ જીવ એક સમયમાં અલેક સુધી પહોંચે છે, તેમ વેગથી પિતાને નગરે ગયે. મૃગધ્વજ રાજએ ઘણા ઉત્સવથી શુકરાજને રાજ્ય આપ્યું, અને દીક્ષા લેવા માટે સમ્મતિ એજ પુત્ર પાસેથી લીધી. રાજ્યાભિષેકને ઉત્સવ થઈ રહ્યા પછી રાત્રિ થઈ. યુક્ત જ છે, રાજ (ચંદ્ર તથા પુત્રીને પાળક ) જ્યારે નવા ઉદયથી શોભે, ત્યારે રાત્રી ઉલ્લાસ પામે એમાં શું આશ્ચર્ય ! તરફથી અધકારને સમુદાય ફેલાઈ રહ્યા. તે પણ જ્ઞાનરૂપ ઉદ્ઘત ઉજવલ હેવાથી જેના ચિત્તમાં લેશમાત્ર, અંધકાર (અજ્ઞાન) નથી, એ મૃગધ્વજ રાજ મનમાં વિચારવા લાગે કે, “ પ્રાતઃકાળ ક્યારે થશે? અને હું દીક્ષા લઈને હર્ષ ક્યારે પામીશ? અતિચાર રહિત સુંદર ચારિત્રની ચર્ચાએ હું * કયારે ચાલીશ ? અને સકળ કર્મનો ક્ષય કયારે કરીશ?” એવી રીતે ઉકર્ષની છેલી મર્યાદાએ પહોચેલા અને શુભ ધ્યાનમાં તલ્લીન થએલા મૃગ ધ્વજ રાજાએ રાત્રિએ એવી શુભ ભાવના ભાવી છે, જેથી પ્રાતઃકાળ થતાંજ રાત્રિની સાથે ઘનઘાતી કર્મ પણ અત્યંત ક્ષય પામ્યાં ! અને તેની (કર્મની ) સાથે સ્પર્ધા હેવાથીજ કે શું ? અનાયાસે તેને કેવળજ્ઞાન પણ
૭૨