________________
હારા પુથી પોતાની મતલબ પાર પાડી શકે નહીં. પછી ચંદ્રવતી અને ચંદ્રશેખર એ બન્ને જણ ચતુર એવા તને ભેળાની પેઠે ઠગવાની બુદ્ધિથી શીધ્ર નાના પ્રકારના વચનની યુક્તિ કરીને વારે વારે સમજ. વતાં હતાં. એક વખતે ચંદ્રશેખરે કામદેવ નામા યક્ષની આરાધના કરી. તેણે પ્રકટ થઈને કહ્યું કે, “અરે ચંદ્રશેખર ! હું ત્યારે પ્રિય કરૂં” ચંદ્રશેખરે કહ્યું. “તું મને શીધ્ર ચંદ્રવતી આપ.” તે સાંભળી યક્ષે તેને અંજન આપીને કહ્યું કે, “મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને પ્રત્યક્ષ જેશે નહીં. ત્યાં સુધી ચંદ્રવતીની સાથે કામવિલાસ કરતાં તેને કોઈ પણ આ અદશ્યકરણ અંજનથી જાણશે નહીં. જ્યારે મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને જોશે, ત્યારે આ સર્વ વાત્ત પ્રકટ થશે.” યક્ષની એવી ઉક્તિ સાંભળીને આનંદ પામેલો ચંદ્રશેખર ચંદ્રવતીને મંદિરે ગયો. ત્યાં અંજનયોગથી અદસ્ય રહી ઘણા કાળ સુધી ઇચ્છા પ્રમાણે ક્રીડા કરનાર ચંદ્રશેખરથી ચંદ્રવતીને ચંદ્રાંક નામે પુત્ર થયો. યક્ષના પ્રભાવથી પુત્ર જન્મ કોઈના પણ જાણવામાં આવ્યો નહીં. પુત્ર ઉત્પન્ન થતાં જ ચંદ્રશેખરે તેને પિતાની સ્ત્રી યશોમતીને સો. પતિનું મુખ પણ નહીં જેનારી એવી તે યશોમતીએ પણ પોતે પ્રસવેલા પુત્રની પેઠે તેનું લાલન પાલન કર્યું. સ્ત્રી એને સ્નેહ અભુત છે. પતિના ઘણા વિયોગથી પીડાયલી તે યશોમતી પિતાની તરૂણ અવસ્થાની પ્રાપ્તિથી અને સંદર્યથી ભતા તે પુત્રને જે ઇને મનમાં ચિંતવવા લાગી કે, “જેને પતિ હમેશ પરદેશ જાય છે, તે સ્ત્રી જેમ પતિને જોઈ પણ શકતી નથી, તેમ ચંદ્રવતી ઉપર જેનું ચિત્ત ઘણું આસક્ત છે એવા ચંદ્રશેખર પતિને હું જોઈ પણ શકતી નથી. માટે પિતે ઉછેરેલા ઝાડનું ફળ જેમ પિતે ભોગવવું, તેમ પિતે પાલન કરેલા આ રમણીય પુત્રને જ હું રમણ (પતિ) કરીને પાલન કર્યાનું ફળ લેઉં.” એમ વિચારી વિવેક અને ડહાપણ કોરે મૂકી તેણે પુત્રને કહ્યું કે, “હે ભદ્ર ! જે તું હારે અંગીકાર કરીશ, તે તને સંપૂર્ણ રાજ્ય મળશે, અને હું પણ હારા વક્ષ્યમાં રહીશ.” એવું વચન સાંભળી અકસ્માત થએલા ભયંકર પ્રહારથી જેમ માણસને વેદના થાય છે, તેવી વેદના પામેલો ચંદ્રાંક પુત્ર કહેવા લાગે. “હે માત ! તું આ મુખથી બેલાય નહીં અને કાનથી પણ
99