________________
હુ તીર્થની રક્ષા કરવા જઈશ ” તે સાંભળી માતા પિતાએ કહ્યું કે, “હે. વત્સ ! હારા વચન ઉપર અમે ઉવારણ લઈએ છીએ” ગાંગલિ ઋષિએ કહ્યું. “અહો ! બાલ્યાવસ્થામાં પણ આ ક્ષત્રિયતેજ કેટલું આશ્ચર્યકારક છે? અથવા જેમ સૂર્યનું તેમ પુરૂષનું તેજસ્વિપણું અવસ્થાની અપેક્ષા રાખતું નથી.”અવજ રાજાએ કહ્યું. “આ બાળકને (હંસરાજને ) શી રીતે મેકલી શકાય ? બાળક શક્તિવંત હોય તે પણ માતા પિતાના મનમાં પુત્રહથી નાશની શંકાતે આવેજ. પુત્રસ્નેહ એ છે કે તે ભયનું સ્થાનક નહેય, તે પણ પગલે પગલે ભય જુએ છે. સિંહની માતા પિતાને પુત્ર સિંહ છતાં પણ તેના સંબંધમાં નાશની શંકા મનમાં રાખતી નથી કે શું? ” ઉચિત કઈ જાણવામાં ચતુર એવા શુકરાજે તે જ વખતે ઉત્સાહથી કહ્યું કે, “ હે. તાત ! હું પહેલાંથી જ વિમળાચળ તીર્થને વંદના કરવાની ઈચ્છા રાખું છું, અને તેમાં આ કારણ પણ આવી મળ્યું છે. જેમ નય કરવાની ઈચ્છા કરનારા કાને મૃદંગને ગંભીર શબ્દ પડે, સુધાથી આકુળ વ્યાકુળ થએલા પુરૂષને જેમ ભોજનનું નિમંત્રણ આવે, તથા જેની આંખમાં નિદ્રા આવી રહી હોય એવા પુરૂષને જેમ પાથરેલું બિછાનું મળે, તેન મને એ કાર્ય ડીક આવી મળ્યું. માટે આપની આજ્ઞાથી હું ત્યાં જઈશ. ” શુકરાજનું આવું વચન સાંભળી મૃગવજ રાજા ભત્રના મુખ તરફ જેવા લાગે, ત્યારે મંત્રિઓએ કહ્યું. “ ઋષિમાં શ્રેષ્ઠ ગાંગલિઋષિ માગનાર છે, તું દાતા છે, તીર્થના સ્થાનકનું રક્ષણ કરવું છે અને રક્ષણ કરનારો શુકરાજ છે; માટે અમારી આ કાર્યમાં સમ્મતિ છે. ” જેમ દૂધમાં ઘી અને સાકર નાંખવી, તેમ મંત્રીઓનું વચન અનુકૂળ સમજી શકરાજ જવા માટે ઘણું જ ઉત્સુક છે, અને જેની આંખોમાં આંસુ વહે છે એવા માતા પિતાના ચરણને નમસ્કાર કરી ગાંગલિઋષિની સાથે ચાલ્યો. અર્જુનની પિઠે ધનુષ્ય બાણ ધારણ કરવામાં સૂર એવો તે શુકરાજે, ક્ષણમાત્રમાં તે સેવા કરવા યેય તીર્થ ઉપર આવ્યો અને ત્યાં સજજ થઈ રહ્યા. શુકરાજના પ્રભાવથી તે પર્વત ઉપર પુષ્પ તથા ફળને સમુદાય ઘણોજ ઉત્પન્ન થશે અને હિંસક પશુ તથા વનને અગ્નિ ઇત્યાદિકને ઉપદ્રવ ત્યાં કિચિતમાત્ર પણ થશે નહીં. પૂર્વ ભવે આરાધન કરેલા ધર્મને હેટે મહિ.