________________
ચૈત્યમાં શાશ્વતી જિન પ્રતિમાનું પૂજન કરી તે શકરાજે પિતાનો મનુષ્યભવ સફળ મા. પાછા વળતાં નવી પરણેલી બે સ્ત્રીઓને તેણે સાથે લીધી. પછી બે સસરાની તથા માતામહ ગાંગલિ ઋષિની આજ્ઞા લઈ ઋષભદેવ ભગવાનના ચરણે લાગી તે સર્વોત્તમ વિમાનમાં બેઠે, અને ઘણું આ ડબરથી ઘણું વિધાધરોને સમુદાય સાથે લઈ પોતાના નગરના આગલા ભાગમાં આવ્યો. તે વખતે ઘણી પ્રશંસા કરતા તમામ નગરવાસી લોક તેને જેવા લાગ્યા. પછી જયંત જેમ ઈંદ્રની નગરીમાં પ્રવેશ કરે તેમ તે શુકરાજે પિતાના પિતાની નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે મૃગધ્વજ રાજાએ પુત્ર કુશળ આવ્યા,” તેથી નગરમાં ઉત્સવ કર્યો. જેમ વર્ષાકાળનો મેઘ સર્વ ઠેકાણે વરસે છે, તેમ મોટા પુરૂષોને હર્ષ પણ સર્વ ઠેકાણે પ્રસરે છે. પછી શુકરાજ યુવરાજની પેઠે રાજ્યકાર્યને તપાસવા લાગ્યો. ઠીકજ છે, જે સમર્થ છતાં પિતાને રાજ્યભાર હલકો ન કરે તે કાંઈ સુપુત્ર કહેવાય ? ક્રીડાના સાગર રૂપ વસંતઋતુ શરૂ થઈ, ત્યારે એક વખત મૃગધ્વજ રાજા પિતાના બે પુત્રોને સાથે લઈ પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. લાજ મૂકી સર્વે લોકે જૂદા જૂદા ક્રીડા કરવા લાગ્યા એટલામાં સંભળાય નહીં એ કળકળાટ એકદમ ઉત્પન્ન થયા. રાજાના પૂછવાથી કોઈ સુભટે તપાસ કરીને કહ્યું કે, “હે પ્રભો ! સારંગપુર પત્તનમાં વીરાંગ નામે રાજા છે. તેને શૂરનામ એ શુરવીર પુત્ર, જેમ હાથી ઉપર હાથી ધસી આવે છે, તેમ પૂર્વ વૈરથી હારા પુત્ર હંસ ઉપર ક્રોધથી ધસી આવ્યો છે.” એમ સાંભળીને તર્ક કરવામાં કુશળ એવા મૃગધ્વજ રાજાએ મનમાં તર્ક કર્યો કે, “હું રાજ્ય કરૂં છું, શુકરાજ કારભાર તપાસે છે, વીરાંગ ભારે સેવક છે, એમ છેતાં શર અને હંસ એ બેમાં મનને વિરઃ કરનારૂં વૈર પડવાનું કારણ શું હશે ?” એમ મનમાં વિચાર કરી મૃગધ્વજ રાજા ઉસુક થઈ શકરાજ અને હિંસરાજની સાથે શૂર તરફ દોડી જવા લાગે. એટલામાં એક સેવકે આ વિીને રાજાને કહ્યું કે, “હે રાજન! પૂર્વ ભવમાં હંસરાજે શરને પરાભવ કર્યો હતો, તે વૈરથી એ (શર) હસરાજની પાસે યુદ્ધ લઢવા લાગે છે.” તે સાંભળી મૃગધ્વજ રાજા અને શુકરાજ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા; પણ શરીર હંસરાજ, તેમને વારીને પોતે શીધ્ર તૈયાર થઈ યુદ્ધ કરવા