________________
થએલી તે સ્ત્રીને ઘરના ઉધાનમાં લક્ષ્મીની પેઠે જેને મેં તેને પૂછવું કે, “હે કમળાક્ષિ ! તને શું દુઃખ છે!” ત્યારે તેણે કહ્યું કે, “ખ્વારા શુકરાજ નામના પુત્રને ગાંગલિ ઋષિ પિતાના આશ્રમમાં લઈ ગયો. ઘણો કાળ થયે પણ તેનું કંઈ કુશળ વૃત્તાંત જણાતું નથી, માટે હું રૂદન કરું છું ” પછી મેં કહ્યું. “હે ભદ્ર ! રૂદન કરીશ નહીં. હું ત્યાં જ જઉં છું. પાછી આવતાં હું હારા પુત્રનું કુશળ વૃત્તાંત લેતી આવીશ ” એ રીતે તેનું સમાધાન કરીને હું વિમળાચળ તીર્થે ગઈ. ત્યાં તું દીઠામાં આવ્યો - હીં, ત્યારે અવધિનથી જાણીને હું અહિં આવી. માટે હે જાણ પુરૂષ! તું અને મૃત મેધની પેઠે શીઘ આવી આતુર થએલી માતાને પિતાના દર્શન રૂપ અમૃતથી સિંચન કર. જેમ સેવક સ્વામીના મન માફક વર્તે, તેમ વિશેષે કરી * સુપુત્ર પિતાની માતાના, સુશિષ્ય પોતાના ગુરૂના અને સારી વહુઓ પોતાની સાસ્તા મન માફક વર્તે છે, માતા પિતા પિતાના સુખને અર્થે પુત્રની ઈ
છા કરે છે. તે પુત્ર જો દુઃખના કારણે થાય, તે પછી જળમાંથી અગ્નિ ઉત્પન થશે એમ સમજવું. માતા પિતામાં પણ માતા વિશેષ પૂજનીય છે. કારણ કે, પિતા કરતાં માતા હજારગણું આધિક છે, એમ કહેવાય છે. વળી કહ્યું છે કે–જેણે ગર્ભ ધારણ કર્યો, પ્રસૂતિને સમયે અતિ વિષમ વેદના સહન કરી અને બાળ્યાવસ્થામાં ત્વવરાવી, દૂધપાનની યાતના રાખી, મળમૂત્ર કાઢી તથા સદતી વસ્તુ ખવરાવી ઘણું પ્રયાસથી રક્ષણ કર્યું, તે માતાજ પ્રશંસા કરવા ગ્ય છે.” એમ સાંભળી શુકરાજ આંખમાંથી શોકના બિંદુ માફક આંસુ પાડતે કહેવા લાગ્યો કે, “હે દેવિ ! સમીપ આવેલા તીર્થને વંદના ન કરતાં શી રીતે આવું ? ડાહ્યા પુરૂષે ગમે તેટલી ઉસુકતા છે, તે પણ ઉચિત હેય તેજ અવશ્ય કરવું જોઈએ. જેમ અવસરે ભોજન કરીએ, તેમજ અવસર મળે ધર્મકૃત્ય પણ અવશ્ય કરવું જોઈએ. માતા આ લોકને સ્વાર્થ કરનારી છે, અને આ તિર્થ તે આલોકમાં તથા પર લોકમાં હિતકારી છે, માટે હું ઉત્સુક છતાં પણ આ તિર્થને વંદના કરીને ત્યાં આવીશ હું હમણાં આવ્યાજ ” એમ તું માતાને કહેજે.” શુકરાજે એમ કહ્યું, ત્યારે ચકેશ્વરી દેવીએ પણ શીધ્ર તેમ કર્યું. શુકરાજ પણ વૈતાઢય પર્વતના તિ ઉપર આવ્યું. ત્યાં આશ્ચર્યનું સ્થાનક એવા શાશ્વત