________________
દ્વારપાળે આવીને વિનંતિ કરી કે –“હે મહારાજ ! ગાંગલિ ઋષિ ત્રણ શિષ્યના પરિવાર સાથે દરવાજા આગળ આવ્યા છે. ” આશ્ચર્ય પામેલા રાજાની આજ્ઞા થવાથી દારપાળ ગાંગલિ ઋષિને અંદર લઈ આવ્યું. મૃગધ્વજ રાજાએ પોતે કુશળ સમાચાર પૂછયા તથા આસનાદિક આપી રષિને ખુશ કર્યા. ઋષિએ પણ ક્ષેમ કુશળની વાત પૂછી રાજાને આશીવચન આપ્યું. મૃગધ્વજ રાજાએ ગાંગલિ ઋષિને પ્રથમ વિમળાચળનું તથા તેના આશ્રમનું ક્ષેમ કુશળ પૂછ્યું, અને પછી “અત્રે આપનું આવવું. કેમ અને શા કારણથી થયું છે ?” એવું પ્રશ્ન કર્યું છે. ત્યારે ગાંગલિ ઋષિએ કમળમાલાને પડદાની અંદર બેલાવીને કહ્યું કે, “આજે ગોમુખ નામા યક્ષ સ્વમમાં આવી મને કહેવા લાગ્યું કે, “મુખ્ય શ્રી વિનળાચળ તીર્થે જવાનો છું.” પછી મેં યક્ષને પુછયું કે, “આ તીર્થની રક્ષા કોણ કરશે?” ત્યારે તેણે મને કહ્યું કે, “હે ગાંગલિ ઋષિ ! જાણે બીજા ભીમ અને અર્જુન જ હેની ! એવા લોકોત્તર ચરિત્રને ધારણુ કરનારા શુરાજ અને હંસરાજ નામના હારી પુત્રીના બે પુત્ર છે. માટે તે બેમાંથી એકને તું અહિં લઈ આવ, તે તેના માતામ્યથી આ તીર્થને વિષે કોઈપણ ઉપદ્રવ થાય નહીં. મહેટા પુરૂષોનું માહાઓ કાંઈ પ્રમાણુવાળું હેય છે. ” પછી મેં પૂછ્યું કે, “ ક્ષિતિપ્રતિષ્ટિત નગર અહિંથી બહુ દૂર છે, માટે ત્યાં તેને બોલાવવા સારૂં હારૂં જવું આવવું શી રીતે થાય ?” હારા એવા પ્રશ્નથી યક્ષે કહ્યું કે, “હે ગાંગલિ ઋષિ ! ક્ષિતિપ્રતિષ્ઠિત નગર બહુ દૂર છે, તે પણ મહાસ પ્રભાવથી હારૂં ત્યાં જવું આવવું “કાંઈ નજીક જવું આવવું હોય, તેમ શીધ્ર એટલે બેરિની અંદર જ થશે. ” એમ કહીને યક્ષ ગ, પ્રભાત સમય થતાંજ હું જાગૃત થયે, તેથી ત્યાંથી વિદાય થયે, અને તુરત જ અત્રે આવ્યો. દેવતાના પ્રભાવથી શું ન થાય ! માટે હે મૃગધ્વજ રાજા! જેમ દક્ષિણ આપે, તેમ મને બેમાંથી એક પુત્ર શીધ્ર આપ એટલે અમે પ્રયાસ વિના પ્રભાતના ઠંડા પહેરમાં આશ્રમે જઈશું.” તાપસનાં આવાં વચન સાંભળી બાળ છતાં પણ મહા પરાક્રમવંત અને ઉત્કૃષ્ટ કાંતિવાળા હંસ બીજા પુત્ર હંસરાજે, હંસ સરખી ગંભીર વાણીથી પોતાના પિતાને આદરપૂર્વક કહ્યું કે, “હે તાહ