________________
આપે છે.” મેક્ષના અભિલાષી એવા રાજાદિ લોકોએ એવી દેશના સાંભળી કેવળી ભગવાન પાસે મૂળ બાર વ્રત લીધાં. તે વ્યંતર (વારનો જીવ) અને સુવર્ણરેખા એમણે પણ સમકિતને અંગીકાર કર્યો. મેહથી તે બનેને દિવ્ય તથા આદારિક સંયોગ ઘણા કાળ સુધી રહે. શ્રીદત પિતાના સ્થાનકે આવ્યો. ત્યારે તેને રાજાએ બહુમાન આપ્યું. પછી શ્રીદત્તે શંખદત્તને પોતાની પુત્રી અને દ્રવ્યને અધ ભાગ આપો. પછી પવિત્ર બુદ્ધિવાળા શ્રીદને પિતાનું સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રોમાં વાવ્યું, અને તે જ્ઞાની ગુરૂ પાસે દીક્ષા લઈ વિહાર કરતાં અહિં આવ્યા છે.
(બોદર કેવળી કહે છે) હે મૃગધ્વજ રાજન ! દસ્તર મેહને જીતીને કેવળજ્ઞાન પામેલ શ્રીદત્ત તે હુંજ છું એમ તું જા. એ શી રીતે જે પૂર્વ ભવમાં મહારી સ્ત્રીઓ હતી, તે આ ભવમાં હારી પુત્રી તથા માતા થઈ. માટે આ સંસારમાં આ વાત કાંઈ પણ આશ્ચર્ય કરનારી નથી. એમ વિચારી પંડિત પુષે વ્યાવહારિક સત્યને અનુસરી સર્વ વ્યવહાર કરે. 'સિદ્ધાંતમાં દય પ્રકારનું સત્ય કહ્યું છે. તે એકે “૧ જનપદ સત્ય, ૨ સંમત સત્ય. ૩ સ્થાપના સત્ય, ૪ નામ સત્ય, પ રૂપ સત્ય, ૬ પ્રતીત્ય સત્ય, ૭ વ્યવહાર સત્ય, ૮ ભાવ સત્ય, ૮ યોગ સત્ય, અને ૧૦ ઉપમા સત્ય. તેમાં કોકણ વગેરે દેશોમાં “પયા, પિચ્ચ, નીર, ઉદક' એવા નામથી પાણીને ઓળખે છે, તે પ્રથમ જનપદ સત્ય જાણવું. કુમુદ, સફેદ કમળ ) કુલય (લીલુકમળ) વગેરે સર્વ જાતનાં કમળ કાદવથીજ ઉત્પન્ન થાય છે, તે પણ અરવિંદ-(સતુકમળ)–ને જ કમળ કહેવું એ લેક સંમત સત્ય છે, માટે એ બીજું સત સત્ય જ થવું. લેપ્યાદિ પ્રતિમાને અરિહંત સમજવા, એ અથવા એક, બે ઈત્યાદિ અંક લખવા તે, કિંવા રૂપિયા, પૈસા ઈત્યાદિક ઉપર “આ રૂપિયા છે, પૈસે છે” એવા અર્ચની સૂચક મુદ્રા ( છાપ ) કરવી એ ત્રીજું સ્થાપન સત્ય જાણવું. ફળની વૃદ્ધિ ન કરે, તે પણ કુળવર્ધન” કહેવાય તે શું નામ સત્ય જાણવું. વેષ માત્ર ધારણ કરનાર પણ સાધુ કહેવાય છે, એ પાંચમું રૂપ સત્ય જાણવું એકજ અનામિકા ( ટચલી પાસેની આંગળી ) કનિશિકાની (ટચલી આંગળીની ) અપેક્ષાથી લાંબી અને મધ્યમાની (વ
પાછું