________________
તાના મૂર્ખ શિષ્યને સારી શીખામણથી સારે કરે છે, તેમ સંવરે સારા ઔષધથી એક મહિનામાં શંખદત્તને સારો કર્યો. એક વખત શંખદ પતાના મામાને સુવર્ણકૂલ બંદરની હકીકત પૂછી, ત્યારે તેણે તે સર્વ કહી. તે આ રીતે –“ એહિંથી એંશી ગાઉ ઉપર સુવર્ણકલ બંદર છે. ત્યાં આજ કાલ મોટા શ્રેણીનાં ઘણું વહાણા આવ્યાં છે, એમ સંભળાય છે.”
નટના મનમાં જેમ સમકાલે હર્ષ તથા રોષ ઉત્પન્ન થાય છે, તેમ આ હકીકત સાંભળી શંખદત્તના મનમાં હર્ષ અને રેવ ઉત્પન્ન થયા શ્રી દત્તનો પ લાગે તેથી તેને હર્ષ થશે અને તે કપટ ચેષ્ટનું સ્મરણ થવાથી રોષ ઉત્પન્ન થયો. મનમાં એવા પરસ્પર વિરૂદ્ધ ભાવ ધારણ કરતે શંખદત મામાને પૂછીને આ નગરમાં શીધ્ર આવ્યું, અને ક્રોધથી વ્યાપ્ત થઈ હારે તપાસ કરતા તે અહિં આવ્યો. એવી રીતે જીવના પરસ્પર સંયોગ અને વિગ પૂર્વકર્મના અનુસારે થાય છે. પછી કરૂણસાગર કેવળી ભગવાને શંખદત્તને પૂર્વભવ સર્વ સંબંધ કહી સંભળા
વ્યા અને કહ્યું કે, “હે શંખદત્ત ! પૂર્વભવે તે એને મારવાની ઇચ્છા કરી હતી, માટે આ ભવમાં એણે તને મારવાની ઇચ્છા કરી, માટે જેમ ગાળ ઉપર ગાળ દીધાથી બદલ વળે છે, તેમ ઘાતથી ઘાતાનો બદલે વળી ગયો. હવે પછી તમે બન્ને જણ માંહે માહે ઘણી પ્રીતી રાખજે. કેમ કે, મૈ. ત્રી છે તે આ લેકમાં તથા પરકમાં પણ સર્વ કાર્યની સિદ્ધિ કરનારી છે, એમાં સંશય નથી. ”. કેવળી ભગવાનનું એવું વચન સાંભળી શ્રીદત્ત, શંખદત્તને તથા શંખદ શ્રીદત્તને સર્વ અપરાધ ખમાવ્યા અને માંહે માહે તે બન્ને ઘણી પ્રીતિ રાખવા લાગ્યા. ઉન્ડાળ પછી આવેલા પહેલા વર્ષાદની પેઠે સફળ એવા સદ્દગુરૂના વચનથી શું ન થાય ? પછી કેવળી ભગવાને દેશના દીધી કે, “હે ભવ્ય ! તમે સમકિત પૂર્વક જૈનધની આરાધના કરો. તેથી તમારું સર્વ દષ્ટ કાર્ય સિદ્ધ થશે. બીજા ધર્મ સારી પેઠે આરાધ્યા હોય, તે પણ તે આંબા વગેરેના વૃક્ષ સરખા છે. એટલે જેમ આંબાનું વૃક્ષ આમ્રફળજ આપે છે, જાંબૂનું વૃક્ષ જાબૂ ફળ જ આપે છે, તેમ તે ધર્મ પણ નિયમિત ફળનાજ દાતાર છે, અને જે જૈન ધર્મની સંપૂર્ણપણે આરાધના કરી હોય, તે તે કલ્પવૃક્ષની પેઠે ગમે તે ઈષ્ટ ફળ
- ૫૬