________________
ન્ય છે, અને જેને પતિ પણ મૂકીને પરલોકે ગયે એવી હું અભાગ ણમાં અભાગિણી છું. માટે મને ધિક્કાર થાઓ.” દુષ્ટ છે મતિ જેની એવી ગંગાએ એવા આર્તધ્યાનથી જેમ વર્ષકાળમાં લોઢા ઉપર કાટ વળે છે, તેમ પાછું દુષ્કર્મ બાંધ્યું. છેવની મૂઢતાને ધિક્કાર થાઓ. અનુક્રમે મરણ પામેલી ગેરી અને ગંગા દેવલોક તિથી દેવતાની દેવીઓ થઈ. ત્યાંથી ચાવીને એક જણ (ગંગા) હારી માતા થઈ અને બીજી (ગરી) હારી પુત્રી થઈ. પૂર્વભવે દાસીને દુર્વચન કહ્યું હતું, તેથી હારી પુત્રીને સર્પ દંશ થયે અને હારી માતાને પણ તેથીજ બિલની પલ્લીમાં રહેવું પડયું, તથા ગણિકાની પ્રશંસા કરી તેથી ગણિકાપણું ભોગવવું પડયું. કદી ન બની શકે એવી વાત પણ પૂર્વ કર્મથી બનતી નથી કે શું? ઘણી ખેદની વાત છે કે, જે કર્મ કેવળ વચનથી અથવા મનથી જ બંધાય છે, તે કર્મની જે આલોચના ન થાય તે તે કાયાએ કરી એવી રીતે ભેગવવું પડે છે. તેં પૂર્વભવના અભ્યાસથી એ બને ઉપર કામવાસના રાખી.. જે અભ્યાસ હેય તે સંસ્કાર પરભવમાં પ્રકટ થાય છે. ઘણો અભ્યાસે હોય તો પણ ધર્મના સંસ્કાર પરભવે પ્રકટ થતા નથી, પરંતુ કાચા પાકા ગમે એવા બીજા સંસ્કાર પરભવમાં આગળ દોડે છે.”
કેવળી ભગવાનનું એવું વચન સાંભળી શ્રદત્તને સંસાર ઉપર વૈરાગ્ય અને ખેદ થડ પાછું તેણે પૂછ્યું કે, “હે મહારાજ ! સંસારથી છૂટકે થાય એ કાંઈ ઉપાય કહે. જેમાં એવી એવી મનુષ્યોની વિટંબણું થાય છે, તે સ્મશાન જેવા સંસારમાં કોણ જીવતો માણસ રતિ પામે?” મુનિરાજે કહ્યું. “સંસાર રૂપ અપાર ભાષામાથી છૂટવાનું સાધન તે એક
ચારિત્રનું જ બળ છે. માટે શોધ ચારિત્ર લેવા માટે તું પ્રયત્ન કર.” શ્રી. દત્તે કહ્યું. “બહુ સારું, પણ મારે આ કન્યા કઈ સારું સ્થળ જોઈને આપવાની છે. કારણ કે, કન્યાની ચિંતા એ મને સંસાર રૂપી સાગર તરતાં ગળામાં બાંધેલા પથ્થર સરખી છે.” મુનિરાજે કહ્યું. “હે શ્રીદત્ત! તું કેગટ મનમાં પુત્રીની ચિંતા કરે છે. કારણ કે, ત્યારે મિત્ર શંખદત્ત હારી પુત્રીને પરણશે.” શ્રી દત્ત ખેદથી આંખમાં આંસુ લાવી ગગદ સ્વરે કહ્યું કે, “હે મહારાજ ! ક્રૂર અને પાપી એવા મને તે મિત્ર કયાંથી મને