________________
ચલી આંગળીની ) અપેક્ષાથી ટુંકી કહેવાય છે, એ બહું પ્રતીત્ય સત્ય જાણવું. પર્વત ઉપર રહેલાં વૃક્ષ, વણ વગેરે બળતાં હોય તે પર્વત બળે , છે, એમ કહેવાય છે, વાસણમાંથી પાણું ગળતું હોય તે વાસણ ગળે છે, એમ કહેવાય છે, કૃશ -ઉદરવાળી કન્યા ઉદર રહિત કહેવાય છે, અને જેના શરીર ઉપર થોડા રેમ હોય એવી ઘેટી રોમ રહિત કહેવાય છે, એ સાતમું વ્યવહાર સત્ય જાણવું. અહિં ભાવ શબ્દથી વર્ણાદિક લેવું છે, માટે પાંચ વર્ષનો સંભવ છતાં બગલી સફેદ કહેવાય છે, તે આઠમું ભાવ સત્ય જાણવું. દંડના વેગથી દંડી કહેવાય છે, એ નવમું યોગ સત્ય જા. ણવું અને “ આ તળાવ તે સાક્ષાત્ સમુદ્રજ છે ” એમ કહેવાય છે, તે દસમું ઉપમાં સત્ય જાણવું એવા સત્યના પ્રકાર જાણી વ્યવહારમાં બેવહાર સત્યથી જ ચાલવું.”
- સમજુ શુકરાજ મુનિરાજની એવી વાણી સાંભળી પિતાના પિતાને બાપા” અને માને છે,મા” એમ પ્રકટપણે કહેવા લાગે તેથી સર્વ લે સંતોષ પામ્યા. પછી મૃગધ્વજ રાજાએ કહ્યું. “હે પ્રભો ! વન અવરથામાં પણ આપને એ વૈરાગ્ય થયો, તેથી તમને ધન્ય છે. એ વૈરાગ્ય મને પણ કોઈ કાળ થશે ? ” કેવળી ભગવાને કહ્યું. “હે મૃગધ્વજ રાજા ! હારી ચંદ્રાવતી નામે સ્ત્રીને પુત્ર દષ્ટિગોચર થતાં જ તને દઢ વૈરાગ્ય થશે.” મૃગધ્વજ રાજા કેવળી ભગવાનનું એવું વચન સાચું માની તથા તેમને વંદના કરી, હર્ષભેર પરિવાર સહિત પિતાના મહેલમાં આવ્યું. પિતાની સમ્યદષ્ટિથી અમૃતની જ વૃષ્ટિ કરતે હેયની ! એ શુકજ દશ વર્ષનો થયો ત્યારે કમળમાળા રાણીને બીજો પુત્ર થશે. પુર્વે રાણી એ સ્પષ્ટ દેખેલા સ્વમના અનુસારથી મૃગધ્વજ રાજાએ તે પુત્રનું હંસરાજ એવું નામ રાખ્યું. જેમ ચંદ્ર શુકલ પક્ષમાં દિવસે દિવસે વધે છે, તેમ હંસ રાજ પણ પોતાની પાદિકની સમધી સાથે વધવા લાગે. મનુષ્યોના મનમાં ઘણા હર્ષ રૂપી ઉત્સવને ઉત્પન્ન કરનારે તે હંસરાજ, જેમ રામની સાથે લમણું રમે, તેમ શુકરાજની સાથે રમવા લાગ્યો. જેમાં પુત્ર સરખા અર્થ અને કામ ધર્મની સેવા કરે છે, તેમ શુકરજ અને હંસરાજ એ બે પુત્રોથી સેવા એ મૃગધ્વજ રાજ એક વખત સભામાં બેઠે હતો, ત્યારે
૫૮