________________
છે ? ત્યારે શીદને કહ્યું કે, “કયાં ગઈ કોણ જાણે? હું કાંઈ તેને ચાકર છું ? ” જાણે દોષની ભરેલી પેટી જ હોયની એવી તે દાસીઓએ તે વાત વિશ્વમવતીને કહી. ત્યારે રોઝથી રાક્ષસી જેવી થએલી તે વેશ્યાએ રાજા આગળ જઈ “હે રાજન ! હું લૂટાણી, લૂટાણું” એ મહેટ સ્વરથી પિકાર કર્યો. રાજાએ “આ શું છે ?” એમ પૂછયું, ત્યારે વેશ્યાએ ઘણ છથી કહ્યું કે, “હે પ્રભો ! સુવર્ણરેખા છે, જે અમારે સાક્ષાત સુવણુ પુરૂષ જ કહેવાય છે, તેને ચોરમાં શિરમણી એ શ્રીદત્ત ક્યાંય હરણ કરી ગમે છે. ” “ શ્રી દત્ત ગણિીની ચોરી કરી, એ વાત કેવી અસંભવાત છે ? એમ વિચારી રાજા ઘણું આશ્ચર્ય પામે, અને શ્રીદત્તને બેલાવીને આ વાત પૂછી. “જે આપણે ખરું કહીશું, તે પણ એ વાત કઈ સાચી માનશે નહીં. ' એમ વિચારી શ્રી દત્તે તુરત કાંઈ પણ જવાબ આ નહીં; કહ્યું છે કે—કાંઈ અણઘટતી વાત નજરે જોઈ હેય, તે પણ તે પ્રકટપણે કહેવી નહીં. જેમ વાનરની સંગીતકળા અને પાણી ઉપર તરતી શિલા. તેની પેઠે જેમ પાપ કર્મ નર્કમાં નાંખે છે, તેમ રાજાએ શ્રીદત્તને બંધીખાનામાં નાંખે. ઘણે રેપ આવ્યાથી તેણે તેની વખારે પણું તાળું માર્યું અને સીલ કરી તે પોતાના તાબામાં લઈ લીધી
અને તેની પુત્રીને ઘરમાં ચાકરડી તરીકે રાખી, ઠીક જ છે, જેમ નશીબ, તેમ રાજા પણ કોઈને સગો નથી. પછી શ્રી દત્તે વિચાર કર્યો કે, “જેમ પવનથી અગ્નિ સળગે છે, તેમ મેં કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં, તેથી રાજાને કે પાગ્નિ સળગા. માટે હવે હું યથાર્થ કહું તો કદાચિત છૂટા થાય.” એમ વિચારી તેણે રખવાળ પાસે આ વાત રાજાને જણાવી. પછી રાજાએ બંદીખાનામાંથી કાઢી પાછું પૂછયું, ત્યારે શ્રીદત્તે કહ્યું કે, “વાનર સુવર્ણરેખાને લઈ ગયો.” તે સાંભળી સર્વ હસવા લાગ્યા, અને ઘણું આશ્ચર્ય પમી કહેવા લાગ્યા કે, “ અહો ! આ કેવી સાચી વાત કહી ! આ દુષ્ટ પુરૂષ કે ધીઠે છે ?” પછી રાજા અતી કે પાયમાન થયા. અને તેણે એકદમ શ્રીદત્તનો વધ કરવાનો હુકમ કર્યો. ગજ છે, મોટા પુરૂષનો રોષ અને તષ એ બને અનુક્રમે તુરત સારું અને મારું ફળ - ખુશાલી, , ; ' .
૫૦