________________
નોમાં પ્રત્યેક જણ તેને પોતાની સ્ત્રી કરવાની ઈચ્છા કરવા લાગ્યા. ઠીકજ છે, સુંદર ભક્ષ્ય વસ્તુ જોઈને ખાવાનું મન કોને ન થાય? એમ કરતાં તે સર્વે અનુક્રમે આ સુવર્ણકૂળ બંદરે આવ્યા. અહિં તેમણે નાના પ્રકારનાં કરિયાણું ખરીદ્યાં, તેટલા માટે જ તે અહિં આવ્યા હતા. તે વખતે એક કરિયાણું ઘણું સોંઘું થઈ ગયું ત્યારે સર્વનું મન વિશેષે કરી તે વસ્તુ ખરીદવી એ વ્યાપારી રીત છે, પણ ફળ ભેગવવાથી જેમ પૂર્વ ભવનું પુણ્ય ખવાઈ જાય છે, તેમ બીજી ઘણી વસ્તુ પહેલાં ખરીદવાથી તેમની પાસે બિલકુલ પૈસો રહ્યા નહીં. ત્યારે સર્વે વણિકોએ વિચાર કરી પૈસાની ખાતર આ સમશ્રીને વેશ્યાને ઘેર વેચી દીધી. માણસને લોભ પાર વિનાને હોય છે, અને તેમાં વણિક જનોને તે વિશેષજ એમાં સંશય નથી. આ ગામમાં રહેનારી વિશ્વમવતી નામની વેશ્યાએ લક્ષ દ્રય આપીને આનંદથી સોમશ્રીને લીધી. ખરૂં છે, વેશ્યાની જાતિ જ એવી છે કે, તેને તરૂણી સ્ત્રી મળે છે તે કામધેનુ સમાન તેને લાગે છે. વિશ્વમવતીએ સોમશ્રીનું સુવર્ણરેખા એવું નવીન નામ પાડ્યું. સ્ત્રી એક ઘર મુકીને બીજે ઘેર જાય, ત્યારે તેનું પ્રાયે નામ બદલાય છે. વિશ્વમવતીએ ઘણું સખતાઈથી શીખામણ દઈને સુવર્ણરેખાને ગીત, નૃત્ય ઇત્યાદિ શીખવ્યું. ગીત નૃત્યાદિ કળામાં નિપુણપણું એજ વારાંગનાઓનું ધન કહેવાય છે. વખત જતાં સુવર્ણરેખા વેશ્યાની ચાલચલગતમાં એટલી બધી નિપુણ થઇ કે જાણે જન્મથી માંડીને જ વેશ્યાને ધધો કરતી હેયની ઠીક જ છે, પણ જેની સાથે મિશ્ર થાય, તેનો રંગ રૂ૫ તે તુરત પકડે છે. દર્જનની સંગતિને ધિક્કાર થાઓ! જુઓ, આ સોમથી એક ભવ છોડીને જણે બીજે ઠેકાણે બીજા ભવમાં ગઈક હેયની! એવી તદન જુદી જ થઈ ગઈ. અથવા ઉદૈવના વશ થકી એક ભવમાં જ ઘણા ભવ થાય છે. પછી સુવર્ણરેખાએ પોતાની કળાથી રાજાને એટલે બધે પ્રસન્ન કર્યો કે, જેથી તેણે એને પોતાની ચામર ધારિણી કરી. મુનિ કહે કે અરે શ્રી દત્તઆ તારી માતા જાણે બીજે ભવ પામી હેયની! એવી થઈ છે. પૂર્વનું રૂપ તથા વર્ણ બદલાઈ ગયાથી તને તેની બીલકુલ ઓળખાણ પડી નહીં; પણ એણે તને ઓળખે, તથાપિ શરમથી અને દ્રવ્યના લોભથી ઓળ. ખાણ કાઢી નહી. જગતમાં લેભનું કેવું અખંડ સામ્રાજ્ય છેએણે કેને
૪૮