________________
પણ મૂકયો નહીં. વેશ્યાનું પાપ કર્મ કે, જે દુષ્કર્મની સીમા કહેવાય છે, અને જેની અંદર પ્રત્યક્ષ માતા પુત્રને ઓળખીને પણ દ્રવ્યના લોભથી તેની સાથે કામ ક્રીડા કરવા ઈચ્છે છે, તે વેશ્યાના દુષ્કર્મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! જે એવી શીળથી ભ્રષ્ટ થએલી, તે વેશ્યાઓને જાણ પુરૂષ નિંધમાં સિંધ અને ત્યાજમાં ત્યાજ ગણે છે, તે સર્વથા યોગ્ય છે, ” | મુનિનું એવું વચન સાંભળી શ્રીદત્તને ઘણે ખેદ અને આશ્ચર્ય થયો. પાછું તેણે મુનિને પૂછયું કે, “હે રૈલોક્યાધીશ! આ સર્વ વાત વાનરે શી રીતે જાણું? મહારાજ ! મુનિરાજ જેમ જીવેને સંસારમાં પડતાં બચાવે છે, તેમ અંધ કૃપમાં પડતાં મને તેણે ટેકો દઈને કાઢ એ ઠીક થયું, પણ તે મનુષ્યની ભાષા શી રીતે બોલતો હતો તે મને કહો?” મુનિ મહારાજે કહ્યું કે,
હે શ્રીદત્ત ! ત્યારે પિતા સોમકી પિતાની સ્ત્રીના ધ્યાનમાં નિમગ્ન થઈ પુરમાં પ્રવેશ કસ્તો હતો, એટલામાં અણધાર્યું બાણ વાગવાથી મરણ પામીને વ્યંતર થશે. ચિત્તમાં ઘણો રાગ રાખનારા તેણે ભ્રમરની પેઠે એક વનમાંથી બીજા વનમાં ફરતાં ફરતાં અહિં આવી માતાને વિષે આશક્ત થએલે મને જો. પછી તેણે વાનરના શરીરમાં પ્રવેશ કરીને તને બોધ કયો. પિતા પરભવે જાય, તો પણ પુત્રને હિતાકાંક્ષી તે ખરેજ. તેજ હારો પિતા હમણાં વાનર રૂપે અહિં આવશે. અને પૂર્વ ભવન પ્રેમથી હારી માતાને પીઠ ઉપર બેસારી હારા જેવાં છતાં શીધ્ર લઈ જશે. ”મુનિરાજ એમ કહે છે, એટલામાં તેજ વાર આવીને, સિંહ જેમ અંબાજી દેવીને પીઠ ઉપર ધારણ કરે છે, તેમ સુવર્ણરેખાને પિતાની પીઠ ઉપર બેસાડીને પિતાના ઈષ્ટ સ્થળે ગયો. “મેહનું પરિણામ કેવું છે ! અને સંસારની અંદર કેવી કેવી વિટંબણાઓ થાય છે ! ” એમ કહી માથું ધુણવતે શ્રીદત્ત કન્યાને લઈ પોતાને સ્થાનકે ગયે.
એટલામાં વિશ્વમવતીએ “સુવર્ણરેખા કયાં છે?” એમ પિતાની દાસીઓને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “શ્રીદત્ત નામા શૈકી અર્ધ લક્ષ દ્રવ્ય આપવાની કબૂલાત કરી સુવર્ણરેખાને ઉધાનમાં લઈ ગયે. એ પછી વિશ્રમવતીએ સુવર્ણરેખાને તેડવા માટે દાસીઓને મોકલી. તે ઘસીઓએ એક દુકાન ઉપર બેઠેલા બ્રીદત્તને જોઈ ઉતાવળથી પૂછ્યું કે, “સુવર્ણરેખા ક્યાં