________________
પુણ્ય વિના માણસોને મનગમતી વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તે વખત જિ. તારિ, રાજાના ઉપર ઈર્ષ રાખનારા સેંકડો રાજાઓ હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે, તેમાં કોઈ પણ જિતારિ રાજાને ઉપદ્રવ કરી શકો નહીં ? અથવા જે જિતારી ૪ તેને પરાભવ કોણ કરી શકે ? પછી રતિ પ્રીતિ સરખી બે સ્ત્રીઓથી કામ દેવને લજાવતે; અને બીજા રાજાઓને મદ ઉતારત જિતારિ રાજ પિતાના નગરે ગયો. અને ત્યાં જઈ તેણે હંસીને તથા સારસીને પટ્ટાભિષેક કરી. પટ્ટરાણીઓ બનાવી. જેમ બન્ને આંખ ઉપર મનુષ્યની સરખી પ્રીતિ રહી. રાજા બનેનું ભાન સરખું રાખતો હતો, તે પણ તે રાશિઓને સપત્ની ભાવથી કાંઈક એમ લાગ્યું કે, “ હારા ઉપર રાજાનો પ્રેમ છેડે છે અને બીજી ઉપર વધારે છે.” બે મનુષ્યોને એક વસ્તુની અભિલાષા હોય ત્યારે એવા વહેમથી* પ્રેમ સ્થિર રહેતો નથી. હંસી, હંસલીની પેઠે રાણલ સ્વભાવની હતી. પણ સારસી તે કપટી હોવાથી વારંવાર થોડું થોડું કામ કરતી હતી. એવી રીતે રાજાના મનને રાજી રાખનારી સારસીએ માયાથી ઘણું ભારે કર્મ બાંધ્યું અને હેરતી તો સરલ સ્વભાવથી કર્મબને શિથિલ કરી રાજાને પણ માન્ય થઈ છે કપટ કરીને ફોગટ પોતાને પરલોકને વિષે નીચ ગતિમાં લઈ જાય છે. એ તેમનું કેટલું અજ્ઞાન છે ? - એક વખત જિતારિ રાજા, હંસી અને સારસીની સાથે ગોખમાં બેસી નગરની શોભા જેતે હતા, એટલામાં નગરમાંથી બહાર નીકળો યાત્રાળુ લોકોનો પવિત્ર સંઘ તેની નજરે પડ્યો. પછી રાજાએ પોતાના એક માણસને પૂછયું કે, “આ શું છે ?” ત્યારે તે માણસે ત્યાં જઈ તપાસ કરી રાજાને કહ્યું, “હે મહારાજ ! આ તો શંખેશ્વરથી આવે છે. સંઘ શ્રી મહાતીર્થ પાલીતાણે જાય છે.”
આ સાંભળી જિતારિ રાજા મૈતથી તે સંઘની અંદર ગયો. ત્યાં શ્રતસાગર નામ આચાર્યને જોઈ તેણે તેમને વંદના કરી, અને શુદ્ધ પરિણામથી પૂછયું કે, “આ જગતમાં વિમલાદિ (પાલીતાણા) તે કેણું છે ? તેને તીર્થપણું ક્યાંથી આવ્યું ? અને તેનું માહામ્ય શું છે? ”
* દુશ્મનને હરાવી જય મેળવનાર, ૧. શક્યપણુથી.