________________
આંધ, જાલંધર, મરૂસ્થળ, લાટ, ભોટ, મહાભેટ, મેદપાટ, વિરાટ, ગેડ, ચડ, મહારાષ્ટ્ર, સૈારાષ્ટ્ર, કુરૂજંગલ, ગૂર્જર, આભીર, કિક, કાશ્મીર, ગોલ્લ, પંચાલ, માલવ, ણ, ચીન, મહાચી, કચ્છ, કર્ણાટક, કે કણ, સપાદલક્ષ, નેપાલ, કાન્યકુજ, કુંતલ, બમધ, નિષધ, સિંધુ, વિદર્ભ, દ્રવિડ, ઉં વગેરે દેશોના અનેક રાજાઓને સ્વયંવરમાં પધારવા માટે વિનતિપત્ર મેક
લ્યા છે. હે મલયદેશાધિપતિ મહારાજ ! ત્યાં પધારવા વિનતિ કરવા માટે મને મહારા સ્વામીએ આપ સમીપ મોકલ્યો છે, માટે આપ ત્યાં પધારીને સ્વયંવરને શોભા આપશે.”
દૂતનું એવું વચન સાંભળી જિતારિ રાજાના મનમાં કન્યાનો અભિલાષ હોવાથી ઘડીકમાં જવાનો વિચાર થાય અને એ આપણને જ વરશે એની શું ખાત્રી ? ” એવા સંશયથી પાછે વિચાર ફરી જાય, એમ હોવાથી તેનું મન ચકડોળે ચડ્યું. છેવટ પાંચની સાથે આપણે પણ જવું જેઈએ.” એમ વિચારી જિતારિ રાજા સ્વયંવરમાં જવા નીકળ્યો. માર્ગમાં શકુન સારા થયા, તેથી તે ઉત્સાહભેર ત્યાં ગયો, તેમજ બીજા પણ ઘણા રાજાઓ ત્યાં આવ્યા હતા.
વિજયદેવ રાજાએ બધા પધારેલા રાજાઓનો ઘણો સારો આદરસત્કાર કર્યો. પછી દેવતાઓ જેમ વિમાનમાં વિરાજે છે, તેમ તેઓ ઊંચા સિંહાસન ઉપર વિરાજ્યા. એટલામાં જાણે સાક્ષાત સરસ્વતી અને લક્ષ્મી જ હોયની ! એવી તે બન્ને કુમારીકાઓ ન્હાઈ ધોઈ, તિલક કરી, શુદ્ધ વસ્ત્રો અને આભૂષણો પહેરી પાલખીમાં બેસીને તે મંડપમાં આવી જેમાં ગ્રાહકો કોઈ નહી મળતી ચીજ વેચાથી લેવી હોય, ત્યારે આગળ થઈ થઈને હરિફાઈથી તે વસ્તુનું ઘણું મૂલ્ય આપે છે, તેમ મંડપની અંદર બેઠેલા સર્વે રાજાઓએ તે બે કન્યાએ મળવાની ઈચ્છાથી “હું પહેલો આપીશ, હું પહેલો આપીશ” એમ ધારી પિતાની દ્રષ્ટિ અને મન એજે સર્વોત્કૃષ્ટ મૂલ્ય કન્યાઓને આપ્યું. અર્થાત્ સર્વે રાજાઓએ પિતાની દષ્ટિ અને મન કન્યા તરફ ફેંક્યું. પછી કન્યાઓએ વશ કરેલા સર્વ રાજાઓએ પિતાની મનની અંદર રહેલી અભિલાષા પ્રકટ જણાવવાને માટેજ હોયની ! તેમ નાનાવિધ ચેષ્ટાઓ કરી. તે ઉપરાંત સખીએ કન્યાઓની આગળ રાજાઓની નીચે