________________
બૂલ કરી. પછી પોતાની સ્ત્રીને તથા પુત્રીને કોઇ તેના સગાને ત્યાં ભળાવીને શ્રીદત તૈયાર થઇ શંખદત્તની સાથે વહાણ ઉપર ચઢ, અને સિંહલદ્વીપમાં આવી ઘણું વર્ષ રહ્યા. પછી “કટાહ દીપમાં ઘણો લાભ થશે, એમ વિચારી તે બન્ને જણા ત્યાં જઈ સુખે બે વર્ષ રહ્યા. વખત જતાં તે બન્ને જણાએ આઠ ક્રોડ દ્રવ્ય સંપાદન કર્યું. અનુકૂળ દૈવ અને દીર્ધ પ્રયત્ન એ બેને વેગ થાય તે દ્રવ્ય મળે એમાં શું આશ્ચર્ય! જેમ પોતાના પુણ્યની ગણત્રી નથી, તેમ અગણિત કરિયાણાં તેમણે ખરીદ કર્યો, અને પર્વત સરખાં સેંકડો વ હાણોમાં હાથી સરખાં તે કરિયાણ ચઢાવીને પિતે બને જણ વહાણમાં બેસી ત્યાંથી સુખરૂપ વિદાય થયા. એક વખત વહાણના છજામાં તે બન્ને જણ બેઠા હતા, એટલામાં સમુદ્રમાં તરતી એક પેટી તેમની નજરે પડી કે, તરત તે તેમણે વહાણ ચલાવનારા લોકો પાસેથી બહાર કઢાવી. “અંદર જે વસ્તુ નીકળે, તેનો અર્ધ અર્ધ ભાગ દરેકે લેવો ” મધ્યસ્થ માણ સને સાક્ષમાં રાખી તે બન્ને જણે આ ઠરાવ કર્યો અને પછી પેટી ઉપાડી. તેમાં જુએ છે તે, લીંબડાના પાંદડામાં વીંટાયલી, નીલવણની અચેતન થઈ ગએલી એક કન્યા તેમના જોવામાં આવી. સર્વે લેક આ તે શ” એમ કહેવા લાગ્યા. ત્યારે શંખદત્તે કહ્યું. “આ કન્યાને કોઈ દુષ્ટ સર્વ દેશ કર્યો છે, તેથી તેને કોઈએ જળમાં વહેતી મૂકી દીધી છે.” એમ કહી શંખદત્તે તેને કપડાં ઓસડી મંત્રેલા પાણીથી સચેતન કરી, અને હર્ષથી કહ્યું કે, “અરે શ્રીદત્ત ! મેંજ એને સચેતન કરી છે, માટે સૈદર્યથી મેનકાની બરાબરી કરનારી એ સ્ત્રીને જ પરણીશ.” ત્યારે શીદને કહ્યું કે, “અરે શખદત્ત ! એમ કહીશ નહીં. કેમકે મેં પહેલાંથી જ અધઅર્ધ ભાગ લેવાની વાત કરી છે. માટે એ કન્યા હું જ લઈશ, અને દ્વારા અર્ધ વિભાગને બદલે તને દ્રવ્ય આપીશ.” જેમ મેંઢળના સેવનથી વમન થાય છે, તેમ ઉપર કહ્યા પ્રમાણે વિવાદ કરનારા તે બને - ણાએ સ્ત્રી સંગની ઈચ્છા પરસ્પર જે પ્રીતિ હતી, તે છોડી દીધી. કહ્યું છે કે–એક બીજા ઉપર ઘણી પ્રીતિ કરનારા ભાઈઓને અથવા મિત્રના મનમાં એક સ્ત્રી, વિના બીજી કોઈ વસ્તુ ભેદ ઉત્પન્ન કરતી નથી. તાળું ગમે તેવું મજબૂત હોય, તો પણ ચી રૂપ સ્ત્રી અંદર પેસતાંજ
૪૨