________________
માં પણ કહ્યું છે કે–જે માતા પુત્રને વિષ દે, પિતા પુત્રને વચે, અને રાજા સર્વસ્વ લૂટે, તે ત્યાં શું ઉપાય ?”
પછી સમશ્રેણી ઘણજ ગુસ્સે થયે અને પોતાના પુત્રને કહેવા લાગે. હે શ્રીદત્ત ! જેનો બિલકુલ સંભવ નહીં હો, એવું આપણું દુર્ભાગ્યથી મહેસું અપમાન થયું. વળી કહ્યું છે કે, કોઈ પિતાનો અથવા માતાને પરાભવ કરે, તે વખતે પુત્ર સહન કરી શકે, પણ કોઈ સ્ત્રીનો પરાભવ કરે તે તેને તિર્યંચ પણ સહન કરી શકતા નથી ! માટે ગમે તે ઉપાય કરીને એ વાતનો બદલે વાળવો જોઇએ. હે પુત્ર! દ્રવ્યને વ્યય કરો. એજ ઉપાય મારી નજરે આવે છે. છ લાખ રૂપિયા આપણી પાસે છે, તેમાંથી પાંચ લાખ સાથે લઈને હુ કોઈ દૂર દેશ જઈશ, ત્યાં જઈ કઈ મહાન બળવાન રાજાની સેવા કરીશ. પછી તે પ્રસન્ન થાય, ત્યારે તેની મદદથી એક ક્ષણમાં હારી માતાને પાછી લઈ આવીશ. પિતામાં પ્રભુતા ન હોય અને રાજા પણ વશ ન હોય, તે ઈષ્ટ કાર્યની સિદ્ધિ શી રીતે થાય! જે આપણી પાસે વહાણ ન હોય, અને વહાણને ચલાવનાર પણ અનુકૂળ ન હોય, ત્યારે તે પુરૂષ શી રીતે સાગર તરી શકે ?” એમ કહી સાથે દ્રવ્ય લઈ સોમશ્રેણી છાને માનો એક દિશા તરફ જતા રહ્યા. પુરૂષો સ્ત્રીને અર્થે શું ન કરે ? કહ્યું છે કે, પ્રિય પતિએ પ્રિય સ્ત્રીને અર્થે દુષ્કર કાર્યો પણ કરે છે. શું પાંડવો દ્રૌપદીના માટે સમુદ્ર ઉલ્લંધી ગયા નહીં કે ?
હવે સોમશ્રેણી પરદેશ ગયા પછી બીદત્ત ઘરમાં રહેતા હતા. તેને એક પુત્રી થઈ. દુર્દેવ પણ અવસર મળે પિતાનું જોર ચલાવે છે. ત્યારે શ્રી મનમાં વિચાર્યું કે, “ધિક્કાર થાઓ! હારા ઉપર કેટલાં દુઃખ આવી પડયાં! એક તો માતા પિતાને વિયમ થ, દ્રવ્યની હાનિ થઈ, રાજા દે થયો, અને તેમાં વળી પુત્રીની ઉત્પત્તિ થઇ ! પારકા જીવને વિધ્યમાં મુકીને જ સંતોષ પકડનારું દુધૈવ હજી પણ કોણ જાણે શું કરશે?” એવી રીતે ખેદ કરતાં શ્રી દત્ત દસ દિવસ કાઢયા. પછી શ્રીદતનો શંખદત્ત નામા એક મિત્ર હશે, તેણે તેને કહ્યું કે, “હે શ્રી દત્ત ! તું ખેદ કરીશ નહીં. ચાલો, આપણે દ્રવ્ય ઉપાર્જવાને અર્થે સમુદ્રમાં મુસાફરી કરીશું. તેમાં જે લાભ થાય, તેમાં અર્ધો ભાગ ત્યારે અને અર્ધ મહારે.” શ્રી દત્તે તે વાત ક.
૪૧