________________
જેમ વર્ષાદનું પાણી કાળી માટી ઉપર પડવાથી ચીકાશ આપે છે, તેમ ગુરૂ મહારાજ શ્રી શ્રતસાગરસૂરિના વચનથી જિતારિ રાજાનું મન ભદ્રિક હેવાથી (કોમળ બન્યું) સૂર્ય સમાન શ્રી શ્રુતસાગરસૂરિજી અને સૂર્યકિરણ સમાન તેમની વાણી એ યોગ મળવા જિતારી રાજાના મનમાં મિથ્યાત્વ રૂપ જે અંધકાર હતું, તે ક્યાંય પણ જતો રહ્યા, અને સમ્યકત્વ રૂપ પ્રકાશ થયે; સમકિતને લાભ થવાથી જિતારિ રાજાને શત્રુંજયની યાત્રા કરવાને માટે ઘણીજ ઉત્સુકતા થઈ. અને તેથી તેણે ઉતાવળથી મંત્રિાને કહ્યું કે, “અરે મંત્રિજનો ! ઘણી ઉતાવળથી યાત્રાની તૈયારી કરો.” એમ કહી જિતારિ રાજાએ સહસા એવો અભિગ્રહ કર્યો કે, “જ્યારે હું પગે ચાલીને ને શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનને વંદના કરીશ, ત્યારે જ હું અન્નપાણું લઈશ.” હંસી, સારસી તથા બીજા ઘણું લોકેએ પણ આ વાત સાંભળી રાજાના જે અભિગ્રહ કર્યો. કહ્યું છે કે, જેવા રાજ તેવી પ્રજા. જ્યારે કોઈ ધર્મનું કાર્ય કરતી વખતે માણસને વિચાર કરવો પડે, ત્યારે તેનો ભાવ તે શું ? માટેજ રાજદિકોએ કાંઈ પણ વિચાર કર્યા વિના કેવળ ભાવથીજ અભિગ્રહ કર્યો. “આ આપણું નગર કયાં અને તે શગુંજય તીર્થ ક્યાં ? વિચાર ન કરતાં સહસા એ અભિગ્રહ લેવાને કદાગ્રહ તે કેવો ?! એ ઘણી ખેદની વાત છે. ” એમ ઘણી રીતે મંત્રી વગેરે લેકેએ રાજાને કહ્યું, તેમજ શ્રી શ્રુતસાગરસૂરિજીએ પણ કહ્યું કે, “હે રાજન ! અભિગ્રહ વિચાર કરીને જ લેવાય છે. કેમકે, વગર વિ. ચારે કાંઈ કાર્ય કર્યું હોય, તેને પાછળથી પશ્ચાતાપ થાય છે, અને પશ્ચાત્તાપ થાય તે કાંઈ લાભ થતો નથી, એટલું જ નહીં પણ આધ્યાનથી અશુભ કર્મનો બંધ થાય છે.”
જિતારિ રાજાએ કહ્યું કે, “ગુરૂ મહારાજ જેમ પાણી પીધા પછી પાનારનું નામ ઠામ પૂછવામાં તથા મુંડન કરાવ્યા પછી નક્ષત્ર પૂછવામાં કાંઈ લાભ નથી, તેમ અભિગ્રહ લીધા પછી વૃથા વિચાર કરવામાં શું લાભ? ગુરૂ મહારાજ ! પશ્ચાત્તાપ ન કરતાં હું પિતાના અભિગ્રહને નિવહ કરીશ, અને આપના ચરણના પ્રસાદથી શત્રુંજયે શ્રી કષભદેવ ભગવાનને વંદના કરીશ. એમાં અશક્ય વાત તે શી છે ? અરૂણ (સૂર્યને
૦૪