________________
પ્રમાણે પ્રશંસા કરી:
“સર્વે રાજાઓને રાજા એ આ રાજગુડ નગરને રાજા છે. શત્રુ નું સુખ ઉખેડી નાંખવામાં કુશળ એ આ કૌશલ દેશને રાજ છે. સ્વયંવરની શોભાથી દેદીપ્યમાન એ આ ગૂર્જરાધિપતિનો પુત્ર છે. જયંત નામા ઇંદ્રપુત્રની ઋદ્ધિને પણ જીતે એવી ઋદ્ધિથી શોભતો એ આ સિં. ધુ દેશાધિપતિનો પુત્ર છે. શોર્યલક્ષ્મીનું અને ઔદાર્યલક્ષ્મીનું જાણે ક્રીડા કરવાનું સ્થાનક જ હેની ! એ આ અંગદેશને રાજા છે. રમણીય એવી ઋદ્ધિએ પોતાની મેળે આવીને તેને આલિંગન દીધું છે એ આ ઘણો જ સેમ્ય કલિંગદેશનો રાજા છે. પિતાના રૂપે કરી કામદેવના અહંકારને ખંડિત કરનાર એ આ બંગદેશનો રાજા છે. જેના તાબામાં પાર વિનાની લક્ષ્મી છે, એ આ માલવદેશનો રાજા છે. પ્રજાનું સારી રીતે પાલન કરનાર અને ઘણોજ દયાળુ એવો આ નેપાલદેશને રાજા છે. પ્રસિદ્ધ સશુણોથી જેને ઘણું આદરમાન મળે છે, એ આ કુરૂદેશનો રાજા છે. શત્રુ ની સ્ત્રીઓને અલંકાર પહેરવાની મનાઈ કરનાર અર્થાત્ શત્રુને સમૂળ ઉચ્છેદ કરનાર એ આ નિષધદેશનો રાજા છે. કીર્તિરૂપ ચંદનવૃક્ષની સુગંધીથી જાણે સાક્ષાત ભલય પર્વતજ હાયની! એવો આ મલયદેશનો
રાજા છે.”
આમ સખીએ રાજાઓની પ્રશંસા કરી, ત્યારે ઇંદુમતી જેમ અજ રાજાને વરી, તેમ હસીએ અને સારસીએ જિતારિ રાજાનું પાણિગ્રહણ કર્યું. તે વખત બીજા રાજાઓના મનમાં ઇચ્છા, ઉત્સુકતા, સંશય, અહંકાર, ખેદ, લજજા, પશ્ચાત્તાપ અને અદેખાઈ વગેરે મનોવિકાર પ્રકટ થયા. * કેટલાક સમજુ રાજાઓ ખુશી પણ થયા. કેટલાક રાજાઓને સ્વવર ઉપર, કેટલાકને પોતાના આગમન ઉપર, કેટલાકને પિતાના દેવ ઉપર તથા કેટલાકને તે પિતાના મનુષ્યભવ ઉપર પણ તિરસ્કાર આબે. તે પછી વિજયદેવ રાજાએ સારે દિવસ જોઈ મોટા ઉત્સવથી જિતારી રાજાની સાથે બે કન્યાઓનો વિવાહ કર્યો અને ઘણું દ્રવ્ય, વાહન, સૈન્ય વગેરે દઈને વરનો ઘણો સારો સત્કાર કર્યો. બીજા હાટા મહેતા રાજાએ પણ તે સ્વયંવરમાં નિરાશ થઈ ગયા તેનું એક કારણ છે કે,