________________
રજોને પ્રણામ કરી પોતાનું કામ કહેવા લાગ્યા. તે આ રીતે – - “હે મહારાજ ! સાક્ષાત દેવપુર-(સ્વર્ગ)-જ હેયની ! એવું દેવપુર નામા નગર છે ત્યાં વાસુદેવ જે પરાક્રમી વિજયદેવ નામે રાજા છે. તેની પ્રીતિમતી નામે પટ્ટરાણી મહાસતી છે, સારી રાજનીતિ જેમ સામ, દામ, ભેદ અને દંભ આ ચાર ઉપાયને પ્રસવે છે, તેમ તે રાણીએ સારા ચાર પુત્રોને જન્મ આપે. પછી તે રાણીને ચાર પુત્ર ઉપર, જેમ હંસલીની બને પાંખો સફેદ હોય છે, તેમ જેનો મેસાળ પક્ષ અને પિતાનો પક્ષ શુદ્ધ છે એવી એક સુલક્ષણ અને સુંદર હંસી નામે પુત્રી થઈ જે વસ્તુ થોડી હોય, તે ઉપર વધારે પ્રીતિ રહે છે. એવી લોકિક રીતિ પ્રમાણે માતા પિતાની ચારે પુરો કરતાં તે પુત્રી ઉપર વધારે પ્રીતિ હતી. એવી તે પુત્રી વખત જતા મે ટી થતી આઠ વર્ષની થઈ. એટલામાં જેમ સા. રસ પક્ષીની સ્ત્રી સરોવરના સુંદર જળમાં પુત્રીને પ્રસવે, તેમ અમારા માહારાજની બીજી સ્ત્રીએ પણ એક બહુજ રૂપવાન સારસી નામની પુત્રીને જન્મ આપ્યો. મને એમ લાગે છે કે, પૃથ્વી અને સ્વર્ગનો સાર લઇને વિધાતાએ તે બે પુત્રીઓ ઉત્પન્ન કરી છે. કેમકે, તે બનેની સરખામણીમાં માંહેજ થાય છે. સર્વ જગતમાં એવી કોઈ કુમારીકા નથી કે, જે એમની બરાબરી કરી શકે તે બનેની પરસ્પર પ્રીતિ ઘાડી થઈ. તેથી તેઓ એમ માનવા લાગી કે, “આપણા બનેનાં શરીર જૂદાં છે, તે કરતાં એક હેત તો ઠીક, પણ તેમ નથી તેથી તે વાત ઘણું ખેદકારક છે.” જાણે કામદેવરૂપ હસ્તી ને ક્રીડા કરવાનું મન જ હોયની એવી તરૂણ અવસ્થા પ્રાપ્ત થઈ તે પણ પિતાની બહેનનો વિયોગ થાય એ ભયથી હંસીએ પિતાનો વિવાહ પ્રથમ કરવાની વાત માંડી વાળી. વખત જતાં સારસી પણ યૌવન દશામાં આવી, ત્યારે બન્ને બહેનોએ “આપણે બંને એકજ પતિને વરશું ” એ પ્રીતિથી નિશ્ચય કર્યો. પછી અમારા મહારાજે તે બે પુત્રીઓને મનોહર વરની પ્રાપ્તિને અર્થે સ્વયંવર મંડપની પોતે જ યથાવિધિ રચના કરી. તેમાં બેઠકોની રચના એવી કરી છે કે, તેની શોભા કેઈથી પણ કહી શકાય નહીં. ત્યાં ઘાસના અને ધાન્યના તો એટલા મોટા ઢગલા કરેલા છે કે, તેની આગળ પર્વતની મેટાઈ પણ ગણિતમાં નથી ! પછી અમારા મહારાજે અંગ, વંગ, કલિંગ,
૨૭