________________
વાર થયા પછી તે કુંવર (શુરાજ) ચેતન થયો. તેની આંખોની પાંપ'ણે કમળપત્રની પેઠે ઉઘડી ગઈ ચેતના રૂપ સૂર્યનો ઉદય થયો, તે પણ તેનું મુખકમળ પ્રફુલ્લિત થયું નહીં. તે બે આંખોથી ચારે તરફ વિચાર પૂર્વક જેવા લાગે, પરંતુ ઉચ્ચસ્વરે ઘણું બોલાવતાં છતાં પણ કઈ બેલ્યો નહીં. છદ્મસ્થ તીર્થંકરની પેઠે તે કુમાર મૌન ધરી બેઠે, ત્યારે માતા પિતાએ વિચાર કર્યો કે, “દૈવયોગથી એ આમ તેમ જોયા કરે છે, એમાં કાંઈ પણ છળ-કપટ હોવું જોઈએ; પણ ઘણી દુઃખની વાત છે કે, અમારા દુર્ભાગ્યથી એની જીભજ ઉઘડતી નથી.”
એમ વિચારી ગાભર બની ગયેલાં માતા પિતા કુમારને ઘેર લઈ ગયાં. પછી મૃગધ્વજ રાજાએ શકરાજ કુમારની વાણી પ્રકટ કરવા માટે નાનાપ્રકારના ઉપાય કર્યો; પણ દુર્જન ઉપર કરેલા ઉપકારની પેઠે તે સર્વ નિફળ થઈ ગયા! આમ કુમાર મન અવસ્થામાં છતાં છ માસ જતા રહ્યા, પરંતુ કોઈ પણ તે મનનું ખરું નિદાન કહી શક્યો નહીં. ઘણી દિલગરીની વાત છે કે, વિધાતા પિતાના સૂજેલા પ્રત્યેક રત્નમાં કોઈ પણ દેશ રાખે છે. જેમ ચંદ્રમામાં કલક, સૂર્યમાં તીણતા, આકાશમાં શૂન્યતા, નાસ્તુભ મણિમાં થથરપણું, કલ્પવૃક્ષમાં કાપણું, પૃથ્વીમાં રજકણ, સમુદ્રમાં ખારાપણું, સર્વ જગતને ઠંડક આપનાર એવા મેઘમાં કૃષ્ણમુખપણું જળમાં નીચગતિ, સુવર્ણમય મેરૂ પર્વતમાં કઠણપણું, કપૂરમાં અસ્થિ રપણું, કસ્તુરીમાં કાળાશ, સજજનોમાં નિર્ધનતા, શ્રીમાનમાં મૂર્ખતા અને રાજાઓમાં લભીપણું રાખ્યું છે, તેમ સર્વથા નિર્દોષ એવા એ કુમારમાં મૂળાપણું છે એવી રીતે ઉચ્ચસ્વરથી સમસ્ત લોકેએ ઘણે જ શેક કર્યો. મોટા લોકોનું કાંઈ મા ડું થાય તો કોના હદયમાં ખેદ ન ઉપજે ? - પછી, જેની અંદર લોક ઉજાગરા કરી કીડારસને સ્વાદ લે છે, તે લોકોના નેત્રોને આલ્હાદ ઉત્પન્ન કરનાર એ કૌમુદી મત્સવ આવ્યો. ત્યારે પાછો મૃગધ્વજ રાજા કમળમાલાને તથા શુકરાજાને સાથે લઈ ઉ. ધાનમાં ગયો, અને તે આમ્રવૃક્ષને જોઈ દીલગીર થઈ કમળમાલાને કહેવા લાગ્યું કે, “ દેવિ ! ઝેર જેવા આ આમ્રવૃક્ષને દુરથી જ તજવું જોઈએ કેમકે, એની નીચે આપણું પુત્ર રત્નની એવી ખરાબ અવસ્થા થઈ?”