________________
લવું, ચિત્તને ઘણાજ સતીષ કરનાર કપડાં પહેરાવવાં, જાણે મૂર્તિમાન પ્રેમગ્રંથિજ હાયની ! એવી વરસગાંઠ ઇત્યાદિક તે પુત્રનાં સર્વે મૃત્યા મૃધ્વજ રાજાએ હેાટા ઉત્સવથી અનુક્રમે કર્યા. મ્હોટા પુછ્યાની એવીજ પદ્ધતિ હાય છે. ન્યાયમાર્ગે ચાલનારા શુકરાજ અનુક્રમે મ્હોટા થતાં પાંચ વર્ષના થયા, ત્યારે એટલી ન્હાની અવસ્થામાં પણ જેમ આંબાનું વૃક્ષ પાંચ વર્ષનું થતાંજ મધુર ફળ આપે છે, તેમ તે જે જે કાંઇ કરતા હતા, તેમાંથી સાર્જ કુળ નિપજતું હતું. પરિપૂર્ણ એવા સર્વે સદ્ગુએ પોતાના રૂપે કરી જયંત નામા ઇંદ્રના પુત્ર નીરૂપ સંપદાને જીતનારા શુકરાજને માંહા માંહે સ્પર્ધા રાખીને આશ્રય કર્યો. ખેલાની ચતુરતા, મધુરતા, પટુતા અને અંદર રહેલા અર્થની ખુથ્વી એવા ગુ]ાએ કરી તે બાળકે (શુકરાજે) મ્હાટા પંડિતની પેઠે સજ્જતાનું મન રીઝાવ્યું.
એક વખત વસંત ઋતુમાં સુગંધી પુષ્પાથી સર્વે ઉદ્દાત સુગંધમય થઈ ગયું હતું, તે વખતે મૃધ્વજ રાજા રાણીના અને પુત્રના પરિવાર સાથે ત્યાં ગયા. જે આંમાના ઝાડ ઉપર પોપટને સંવાદ થયા હતેા, તેજ વ્રુક્ષના સુદર તળને વિષે રાજા ખેડા અને પૂર્વે થએલી સર્વ વાત સભાળુને રાણી પ્રત્યે ખેલ્યા. “જે વૃક્ષ ઉપર પોપટે કહેલું હારૂ નામ સાંભળીને હું મ્હોટા વેગથી તે આશ્રમ તરફ દોડતા ગયા, અને ત્યાં તને પરણીને મે મ્હારા આત્મા કૃતાર્થ કર્યો, તેજ આ સુંદર આંબાનુ ઝાડ છે.” આ સર્વ વાત પિતાના ખેાળામાં બેઠેલા શુકરાજે સાંભળી.
**
તે વાત સાંભળતાં વેંતજ શુકરાજ જબરી મૂર્ચ્છા ખાઇને, જેમ શ અથી છેઠેલી કલ્પવૃક્ષની ડાળી ભૂમી ઉપર તૂટી પડે છે, તેમ તે તુરત પડી ગયા. આણી તરફ માતા પિતાને હર્ષ જે છેક ઉંચે ચઢી ગયા હતા, તે પશુ તેજ વખતે તદ્દન જતેા રહ્યા. ધણા આતુર થએલાં માતા પિતાએ એવા કાલાહલ કર્યો કે, જેથી સર્વે લેાકે ત્યાં એકઠા થઇ ગયા ! હાય હાય ! આ શું થયું ! ! ” એમ કહી સર્વે લાધ્યું બહુ આકુળ વ્યાકુળ થયા. કહ્યું છે કેઃ—મ્હોટા પુરૂષ! સુખી હોય તેા સર્વે સુખી અને તે દુ:ખી હાય તે સર્વે દુઃખી. પછી ચંદનનાં શીતળ જળ છાંટવાથી, કેળના પત્રને પવન નાંખવાથી તથા બીજા પણ ધણા શીતળ ઉપચાર કરવાથી ઘણી
२४