________________
હતા
ને
થઇ
કહ્યું કે, “જેમ દેવતાનાં દર્શન દુર્લભ છે, તેમ આવાં સ્વપ્રોનાં દર્શન પણ દુર્લભ છે મહટાં ભાગ્ય હોય તો જ એવાં સ્વો દેખાય છે અને તેનાં પૂરાં ફળ પણ મળે છે. હે પ્રિયે ! જેમ પૂર્વ દિશાના ચંદ્રમાં અને સૂર્ય એ બે દિવ્ય પુત્ર થાય છે, તેમ આ દિવ્ય સ્વમ થકી તેને દિવ્ય સ્વરૂપને ધારણ કરનારા બે પુત્રો અનુક્રમે થશે. જેમ પોપટ અને હંસ, પક્ષીના કુળમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ ગણાય છે, તેમ હું સુંદરી! હારા બે પુત્રે પણ આપણા રાજ્યમાં કુળ દીપક થશે. પ્રિયે, જે માટે ભગવાને પિતાને હાથે તને પ્રસાદ તરીકે બે પુત્રો આપ્યા. તે માટે તે પુત્ર અને મુક્ત થઈ ભગવાન જેવાજ થશે, એમાં જરા પણ સંશય નથી.”
એ સાંભળી ખુશી થએલી કમળમાલાએ જેમ પૃથ્વી અમૂલ્ય રત્નને અથવા આકાશ સૂર્યને ધારણ કરે છે, તેમ ગર્ભ ધારણ કર્યો. જેમ મેરૂપર્વતની ભૂમિમાં દિવ્ય રસથી કલ્પવૃક્ષને કંદ પુર્ણ થાય છે, તેમ ધર્મને અનુસરતા રમણીય દેહદો મૃગધ્વજ રાજાને પૂર્ણ કરવાથી કમળમાલાનો ગર્વમાં વૃદ્ધિ પામે. એક વખત શુભ દિવસ, શુભ લગ્ન અને લગ્નને અંશ પણ શુભ એવા સમય ઉપર કમળમાલા રાણીએ, જેમ પૂર્વદિશા પૂર્ણ ચંદ્રમાને પ્રસેવે છે. તેમ સુપુત્ર પ્રસ. પટ્ટરાણુનો પુત્ર છેવાથી રાજાએ તેનો જન્મ મહોત્સવ બીજા સર્વ પુત્ર કરતાં અધીક કર્યો; અને તે રજવાડી રીવાજ છે. પછી ત્રીજે દિવસે મૃગધ્વજ રાજાએ પિતાના પુત્રને ઉત્સવસહિત સૂર્યનું અને ચંદ્રમાનું દર્શન કરાવ્યું. છઠે દિવસે રાજાએ ઉત્સવની ઘણું દેદીપ્યમાન શોભાથી પોતાની યોગ્યતાને શોભે એવું ઘણું દ્રવ્ય ખરચીને રાત્રિ જાગરણ કર્યું. પછી રાજાએ સારે દિવસ જોઇને ઘણું ઉત્સાહ અને ઉત્સવથી સ્વપ્નને અનુસરતું તે પુત્રનું શુટરાજ એવું નામ પાડયું જેમ પાંચ સમિતિએ રક્ષણ કરેલ સંયમ વૃદ્ધિ પામે છે, તેમ ઘણી પ્રીતિ કરનારી પાંચ ધાવમાતાઓથી પાલન કરાતો તે શુકરાજ અનુક્રમે મોટો થયો. માતા પિતાને અતી આનંદ ઉત્પન્ન કરનારું અન્નપ્રાશન (ચાટણ), જાણે સાક્ષાત્ લમીની દૃષ્ટિની લહરીજ હોય નહી ! એવું પાડીએ ચાલવું, મનમાં હર્ષ ઉપજાવનારૂં ચાલવું, જાણે લક્ષ્મીનું સુખે સૂઈ રહેવાનું બિછાનું જ હોયની! એવું શુભતું કાલુકાલુ બે
૨૩