________________
તે શું દર્દ કઈ કાળે પણ મટયા વિના રહે ? હે રાજન તું એમ ન જાણીશ કે, મહારૂં રાજ્ય ફેગટ જતું રહ્યું. તું હજી ઘણુ કાળ સુધી સુખે સમગ્ર રાજ્યને ભોગવીશ. ”
નિમિત્તિયા જેવા પોપટનાં એવાં વચનથી મૃગધ્વજ રાજા પોતાનું રાજ્ય પાછું મળવાની આશા રાખે છે, એટલી વારમાં રાજાએ વનની અંદર સળગેલા અગ્નિની પેઠે ચારે તરફથી પ્રસરતી ચતુરંગિણી સેના સહસ્ત્રબદ્ધ થઈને સામી આવતી જોઈ અને ભયથી મનમાં વિચાર્યું કે, “જેણે મને આટલી વાર દીનતા ઉત્પન્ન કરી, તેજ આ શત્રની સેનાઅહિં ' આવેલા મને જાણીને ખરેખર મહા વધ કરવા માટે દોડતી આવે છે. હવે હુ એકલો આ સ્ત્રીને બચાવ શી રીતે કરું ? અને એમની જોડે કેવીરીતે લ ડું?” મનમાં એ વિચાર આવવાથી હવે શું કરવું તે મૃગધ્વજ રાજાને સૂક્યું નહીં. એટલામાં “હે સ્વામિન? જીવતા રહો, જયવંતા વર્તા, આપના સેવકોને આદેશ આપો. મહારાજ, હાથમાંથી ગયેલું નિધાન જેમ પાછું મળે છે. તેમ આજે આપ સાહેબનાં દર્શન થયાં બાળક જેવાઆ સેવકો તરફ પ્રેમદ્રષ્ટિથી જુઓ.” ઈત્યાદિ વચન બોલનારી પિતાની સેના જોઈને મૃગધ્વજ રાજા ઘણું આશ્ચર્ય પામ્યો. પછી રાજાએ મનમાં હર્ષ પામીને સૈનિક કોને પૂછયું કે, “તમે અહીં શી રીતે આવ્યા ?” સૈનિકોએ કહ્યું કે, “હે રાજન ! અહિં પધારેલા આપના ચરણેને અમે જોઈએ છીએ, પણ આ વાત જાણતા નથી કે, અમને જલદીથી કોણ અને શી રીતે અહિં લઇ આવ્યો ? મહારાજ ! આપણું સારા ભાગ્યથી આ કોઈ દેવતાને પ્રભાવ થયો જણાય છે.” જગતને આશ્ચર્ય પમાડનારા એવા આ બનાવથી મૃગધ્વજ રાજ ઘણો ચમત્કાર પામ્યો અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, “જે આ પોપટની જ વાણી સાચી હોય તો, એનો હારે ઘણે આદર સન્માન કરે જોઈએ. કેમ કે, એણે મહારા ઉપર ઘણું મોટા ઉપકાર કર્યા છે. વળી કહ્યું છે કે—કોઈ પુરૂષ આપણા ઉપર ઉપકાર કરવાનું ઈષ્ટ કાર્ય કરીને ગમે એટલે બદલે વાળે તો પણ તે પુરૂષ પ્રથમ ઉપકાર કરનારની બરાબરી કરી શકતો નથી. કારણ કે, તે પુરૂષ પ્રથમ ઉપકાર કરનારે કરેલે ઉપકાર ધ્યાનમાં લઈ તેનું અનુકરણ કરે છે અને પ્રથમ