________________ પૂજયપાદ પ્રવચન પ્રભાવક જૈન શાસનના અલંકાર આચાર્યદેવ શ્રીમદ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીન જીવન ઝલક પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વર મહારાજ બહુમુખી પ્રતિભાસંપન્ન, વિરલ વ્યક્તિત્વના સ્વામી તથા ઉત્કૃષ્ટ ચારિત્રના ગુણેથી વિભૂષિત અનુપમ આધ્યાત્મિ વિભૂતિ છે. તેઓશ્રીનાં વ્યક્તિત્વમાં દુર્લભ સંગેનું ચમત્કારિ સામંજસ્ય ખરેખર વિસ્મયજનક છે. તેઓ ભવ્ય તથા આકર્ષ વ્યક્તિત્વવાળી શારીરિક સંપત્તિથી યુક્ત હોવાની સાથે સંયર તેમજ તપની વિશિષ્ટતાથી વિભૂષિત છે. તેઓશ્રી તપસ્વી હોવ ઉપરાંત વિશિષ્ટ શ્રુતસંપન્ન છે. તેઓશ્રી સફળ પ્રવચનકાર તેમજ સિદ્ધહસ્ત લેખક છે. જૈન શાસનમાં તેઓશ્રીનું મુખ્ય સ્થાન છે. - જીવનના બાલ્યકાળથી એશ-આરામ તથા સાંસારિક પ્રભ નથી દૂર રહીને મોક્ષમાર્ગની આરાધનાના હેતુભૂત તપથી પવિત્ર અને સંયમનિષ્ઠ જીવન અંગીકાર કરવું તે તેઓશ્રીની જીવનની મુખ્ય વિશેષતા છે. સાધારણ મનુષ્ય એશ-આરામની તરફ ઝુકે છે, પરંતુ વિશિષ્ટ વ્યક્તિ વિશિષ્ટ પ્રકારની સાધના કરીને આત્મ કલ્યાણને માટે સાંસારિક સુખભેગેને ઠોકર મારીને તપ અને ત્યાગને અનુપમ આદશ ઉપસ્થિત કરે છે. પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીનું જીવન પણ આવું જ આદર્શરૂપ છે. તેઓશ્રીના મહાન જીવનની ઝલક માત્ર અહીં અંકિત કરી રહ્યા છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust