________________ હાય, તે સારામાં સારી કથા પણ તે બનેયને માટે હિતકર નિવડવાને બદલે હાનિકર પણ નિવડે! કથા વાંચનાર ધર્મદેશકની જવાબદારી ઓછી નથી. ધર્મદેશકે દરેક પ્રસંગ એવી રીતિએ કેળવીને શ્રોતાને સંભળાવવું જોઈએ, કે જેથી શ્રોતા નાલાયક ન હોય તે કશે અનર્થ થવા પામે નહિ, અને એગ્ય શ્રોતાઓના હૃદયમાં મોક્ષમાર્ગની આરાધના કરવાની ભાવનાને ઉછાળે આવ્યા વિના પણ રહે નહિ. કથાનુયેગને વાંચનાર ધર્મદેશકે પણ શ્રોતાના અંતરમાં વિષય વિરાગની ભાવના જન્મ, કષાય ત્યાગ કરવાની વૃત્તિ પ્રગટ થવા પામે, આત્માના ગુણે પ્રત્યે અનુરાગ વધે અને આત્માના ગુણોને ખીલવનારી ક્રિયાઓમાં જ જેડાઈ રહેવાની અભિલાષા પ્રગટે, એવી રીતિએ જ વાંચન કરવું જોઈએ. એ રીતિએ વાંચન કરવા છતાં પણ, શ્રોતાની અયોગ્યતાથી વિપરીત પણ પરિણામ આવે, તે ય તે ધર્મદેશકને તે એકાંતે લાભ જ થાય છે. આ જ રીતિએ, શ્રોતાઓએ પણ ધર્મકથાનું શ્રવણ એ જ ઈરાદાથી કરવું જોઈએ કે, “મારામાં વિષયવિરાગ વધે, કષાયત્યાગની વૃત્તિ સુદઢ બને, આત્માના ગુણો પ્રત્યે સાચે અનુરાગ પ્રગટો અને આત્માના ગુણોને ખીલવનારી ક્રિયાઓમાં મારે જેટલું પ્રમાદ છે તે દૂર થાઓ !" વક્તા-શ્રોતાને આવે ન હોય અને પરમ ઉપકારી મહાપુરુષોએ રચેલું ચરિત્ર હોય તે એના વાંચનનું અને શ્રવણનું સુંદર પરિણામ આવ્યા વિના રહે જ નહિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust