________________ 47 બચવાને માટે પ્રયત્નશીલ બને. શ્રી જૈન શાસનના આરાધક આત્માઓનાં ચરિત્રો એટલે જીવનમાં આરાધના કેમ થઈ શકે તેનાં દર્શકે. એવાં ચરિત્રો આરાધનાને જીવનમાં સાક્ષાત્કાર થયેલે દર્શાવે અને એ જ રીતિએ વિરાધનાના પ્રસંગે વિરાધનાનું ભાન કરાવે. ચરિત્રોને પ્રધાન હેતુ એ કે તેના વાંચનારસાંભળનાર પ્રેરણા પામીને વિરાધનાથી બચી આરાધનામાં જોડાય. શ્રી જિનેશ્વરદેવનાં શાસનનાં તના જાણું અને સ્વપરહિતપરાયણ એવા મહાપુરૂષોએ આલેખેલું ચરિત્ર હોય, સંભળાવનાર પણ શ્રી જિનશાસનનાં રહસ્યના જ્ઞાતા અને કેવળ પરમાર્થ દષ્ટિવાળા હોય, તેમજ તેની સાથે શ્રોતા વાસ્તવિક કલ્યાણને અથી હોય, તે એ કથાવાંચનથી પણ પરમ લાભ થયા વિના રહે નહિ. જ્ઞાનીઓ કહે છે કે શ્રદ્ધાળુ શ્રોતા અને જ્ઞાની વક્તાને યેગ દુર્લભ છે. શ્રી જૈન શાસનનાં રહસ્યોને જાણ વક્તા ધારે તે કથામાં પણ તેની રેલમછેલ રેલાવી શકે. ઉપકારીઓએ ચરિત્રે દ્વારા પણ તવેનું વર્ણન ઘણુંય કર્યું છે. શ્રી જૈનશાસનનાં ચરિત્રોનું વાંચન-શ્રવણ થાય અને આરાધનાની અભિલાષા તથા વિરાધનાની કંપારી ઉછાળે ન મારે એ બને નહિ, પણ વક્તા અને શ્રોતા બન્નેમાં લાયકાત જોઈએ. - વક્તા કથા વાંચે, પણ એનું ધ્યેય તે એ જ હોય કે શ્રોતાઓને સન્માર્ગમાં સુદઢ બનાવવા છે. શ્રોતાનું ધ્યેય પણ શ્રવણ દ્વારા મોક્ષમાર્ગની આરાધના તરફ જ ઢળવાનું હોય! આ રીતિએ કથાનું વાંચન અને શ્રવણ થાય, તે શ્રોતા-વક્તા બન્નેનું કલ્યાણ થયા વિના રહે નહિ. આને બદલે વતા જે પરમાર્થદષ્ટિથી પરાભુખ હોય અને શ્રોતા પૌગલિક વૃત્તિથી જ ભરેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust