________________ 45 ચારેય અનુયોગો જરૂરી છે, ચારેય અનુયોગે ઉપકારક છે. ચારેય અનુગો મેક્ષમાર્ગની આરાધનામાં જોડનારા છે, સ્થિર રાખનારા છે અને આરાધનામાં આગળ વધારી આત્માને શુભ ધ્યાનમાં એકાકાર બનાવી કૈવલ્ય લક્ષમીને પમાડનારા છે. આપણને તે દ્રવ્યાનુયેગમાં રસ આવે, ચરિતાનુયોગમાં કાંઈ નથી, એવાં જોડકણાંમાં તે અજ્ઞાનીઓ રાચે –આવું આવું આજે બેલાઈ રહ્યું છે. એની સામે સાવચેતીને સૂર કાઢવાની જરૂર છે. વાસ્તવિક રીતિએ એવું એવું બોલનારાઓ અજ્ઞાન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં શાસનનાં રહસ્યથી ઓતપ્રેત અંતઃકરણવાળે બનેલે આત્મા કદી પણ એવું બોલે જ નહિ મેલ સાધના રત્નત્રયીની આરાધના. જૂદી જૂદી રીતિએ પિત પિતાની યેગ્યતા અને શક્તિ મુજબ થઈ શકે છે. પણ એક પ્રકારે રત્નત્રયીની આરાધના કરનારે, બીજા પ્રકારે થતી રત્નત્રયીની આરાધનાનો નિષેધ નહિ કરે જોઈએ. એવી જ રીતિએ ચરિતાનુયેગનું શ્રવણ, વાંચન, મનન અને પરિશીલન વિગેરે પણ આવશ્યક છે, માટે એ વસ્તુને પણ તત્ત્વવિચારણાના નામે ચરિતાનુગના વાંચન-શ્રવણ આદિને ઉડાવવા મથનારાઓએ ખાસ સમજી લેવી જોઈએ. શ્રી જૈન શાસનનાં ચરિત્ર એટલે શું? શ્રી જૈન શાસનનાં ચરિત્રમાં પ્રધાન વસ્તુ કઈ હોય? શ્રી જૈન શાસનનાં ચરિત્રમાં પ્રધાન વસ્તુ આરાધના તથા વિરાધનાની હોય છે. આરાધના અને વિરાધના કરવાના ગે મળતા સારા અને નરસા પરિણામને તેમાંથી ખ્યાલ મળે છે. પુણ્યવાન આત્માઓએ કેવા પ્રકારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust