________________
૭૫૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૪
વાળું વધારે થયું હતું, તેથી મારી માતા અને નરસુંદરીને લટકતી લાકાએ ખરાબર જોઇ. વળી તેજ અજવાળાને લીધે લોકોએ મને પણ ત્યાં જોઈ લીધા. તે વખતે મારા પેાતાનાં કરેલાં કર્મના ત્રાસથી મારાં ટાંટી ભાંગી ગયાં હતાં અને મ્હોંમાં ખેલવાની તાકાત પણ રહી નહોતી અને એ શૂન્ય ઘરનાં એક વિભાગમાં ખૂણે હું છુપાઇ રહ્યો હતા. આવી સ્થિતિમાં લોકોએ મને જોયા. અરાબર જોતાં લોકોને ખાતરી થઇ કે આ અનર્થનું મૂળ હું જ છું, એટલે તેઓએ મને અત્યંત-ધિકારી કાઢ્યો, મારા ઉપર ફીટકાર વરસાવ્યા અને મારૂં ઉઘાડી રીતે અપમાન કર્યું. મારા પિતાએ મારી માતુશ્રી અને નરસુંદરીનાં અગ્નિસંસ્કાર વિગેરે સર્વ ઉત્તરકાર્ય કર્યાં.
ઉપર જણાવ્યું તેવું મારૂં અત્યંત ભયંકર કામ જોઇને મારા પિતાશ્રીનાં મનમાં ઘણા જ શાક થયા અને તે મારા સંબંધમાં વિચાર કરવા લાગ્યા કે અહા ! આ કુલાંગાર પુત્ર તેા અનર્થોના ભંડાર છે! એ ખરેખર કુળને મોટું દૂષણ લગાડનાર છે! એ ચોક્કસ સર્વથી અધમ છે અને પાપીઓના સરદાર છે! એ સર્વ આપત્તિઓ(દુઃખા)નું મૂળ છે, લેાકના સામાન્ય માર્ગનું પણ ઉલ્લંઘન કરનાર છે અને ખરેખર
એ એક કટ્ટા દુશ્મન જેવા છે! આવા અત્યંત અધમ દુરાત્મા પુત્રનું મારે કાંઇ પણ કાર્ય નથી, એવા પુત્રને રાખવાથી શા લાભ છે? આવા વિચાર કરીને મને દૂર કરવાના મારા પિતાએ પોતાના મનમાં નિર્ણય કરી દીધા. ત્યાર પછી મારા અત્યંત તિરસ્કાર કરીને પિતાએ મને રાજભુવનથી કાઢી મૂક્યો.
આવી રીતે મારી સર્વ પ્રકારની મેટાઇનેા એકદમ છેડો આવી ગયા અને હું અનેક પ્રકારનાં દુ:ખો ખમતા નગરમાં અહીં તહીં ભટકવા લાગ્યો. મારા પેાતાના દુષ્ટ વર્તનથી નાના નાના બાળકો પશુ મારા તિરસ્કાર કરવા લાગ્યા, લાકા ઉઘાડી રીતે મારે મ્હાઢે ચઢીને નિંદા કરવા લાગ્યા. તેઓ મને સ્પષ્ટ રીતે કહેતા કે “અરે! આ રિપુદારૂણ મહા પાપી છે, અત્યંત ખરાબ વર્તનવાળા છે, એનું હેઠું પણ દેખવાલાયક નથી, અત્યંત મૂર્ખ છે, એના મહા પ્રતાપી કુળમાં એ કાંટા જેવા જાગ્યા છે, સર્વ પ્રકારે ઝેરના ઢગલા જેવા છે; એણે માનને તાબે થઈને પોતાના અત્યંત પૂજ્ય ગુરૂ કળાચાર્યનું પણ અપમાન કર્યું; પાતે શંખચક્રચુડામણિ–તદ્દન મૂર્ખ હોવા છતાં જાણે મેાટા પંડિત હાય તેવા ડોળ રાખ્યા; એણે અભિમાનને વશ થઈને માતા અને સ્ત્રીનાં ખૂન કર્યા; એવા અત્યંત અધમ પાપી અભિમાની રિપુદારૂણનું મ્હારૂં પણુ કાણુ - જીએ? અમે તે પ્રથમથી જ કહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org