________________
મારે
કરણ ૭] રસના-લેલતા.
૭૬ એવી એકાંત સ્થિતિમાં એકલી પારકી સ્ત્રી સાથે ભાષણ કરવું પણ ઉચિત નથી, કારણ કે
यतः सन्मार्गरक्तानां, व्रतमेतन्महात्मनः ।
परस्त्रियं पुरो दृष्ट्वा, यान्त्यधोमुखदृष्टयः ॥१॥ ઉત્તમ માર્ગે ચાલનારા મહાત્મા પુરૂષનું એ વ્રત હોય છે કે જ્યારે પણ તેઓ પોતાની સામે પારકી સ્ત્રીને જુએ છે ત્યારે નીચે મહએ જમીન તરફ નજર કરીને તેઓ ચાલ્યા જાય છે. માટે હવે આ સ્થાનેથી ચાલ્યા જવું એ સારું છે, એ બાબતમાં બીજે વિચાર કરવામાં સાર નથી–આ વિચાર કરી તેણે જડ કુમારને હાથ ખેંચે અને ચાલવા માંડ્યું. વિચક્ષણ કુમાર કાંઈક બળવાન હોવાથી તેણે જયારે જડને હાથ ખેંચ્યું અને ત્યાંથી પસાર થવાની સંજ્ઞા કરી ત્યારે જાણે પોતાનું સર્વ નાશ પામી ગયું હોય નહિ તેમ જ કુમારને મોટો ખેદ થયે.
દાસીએ પાથરેલી જાળ, કુમારને પાછા બોલાવ્યા, રસના સાથે કરાવેલ પરિચય,
પોતાની વાત પણ કરી નાખી, હવે વિચક્ષણ અને જડ કુમાર જરા દૂર ગયા ત્યાં તે પેલી સુંદર સ્ત્રી સાથે જે દાસી હતી તે તેઓની પછવાડે દોડતી આવી, અને દૂરથી જ પિકાર કરી કહેવા લાગી.
દાસી—“બચા! મારા પ્રભુ! મને બચાવો ! અરે! હું મંદ ભાગ્યવાળી મરી જઉ છુ! મારે બચાવ કરે, બચાવ કરે !”
જડ કુમારે તેના તરફ પાછા વળીને જોયું અને તેને કહ્યું “સુંદરી જરા પણ ભય રાખ નહિ! તને કેનાથી ભય થયે છે તે મને જણવ.” - દાસી-“અરે સાહેબ ! આપ બન્ને ગૃહસ્થો મારી શેઠાણીને મૂકીને ચાલતા થયા એટલે એ બાપડીને તે મૂછ આવી ગઈ છે અને મરવા પડી છે. એ તે અત્યારે ભભેગી (જમીન સરસી) થઈ ગઈ છે. મહેરબાની કરીને પ્રથમ આપ બન્ને એની નજીક આવે. તમે તેની પાસે રહેશે એટલે મારી શેઠાણીની તબીઅત બરાબર થઈ જશે. એમની તબીઅત સારી થઈ ગયા પછી હું જરા નિશ્ચિત થઈને તમારી પાસે એનું સર્વ સ્વરૂપ બરાબર જણાવીશ.”
કરેલ
બી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org